તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 21st September 2025
વડોદરાની સંસ્કારીનગરી ફરી એકવાર વિવાદના ભવરે ચઢીઃ LVP ગરબામાં વિધર્મીને અપાયો પાસે હોબાળો મચાયોઃ હિન્દુ સંગઠનોમાં રોષ ભરાયું
જોકે સમગ્ર મામલે આયોજકો તરફથી કોઇ ખુલાસો આવ્યો નથી.

વડોદરાઃ વડોદરાની સંસ્કારીનગરી ફરી એકવાર વિવાદના ભવરે ચઢી છે. શહેરના રાજમહેલ રોડ પર યોજાતા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં વિધર્મી યુવકને પ્લેયર્સ પાસ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે. એક પાસ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેને લઇને ભારે તણાવ ઊભો થયો છે. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે ગરબા માત્ર હિન્દુ આસ્થાનો ઉત્સવ છે અને તેમાં વિધર્મીઓનો પ્રવેશ અગ્રાહ્ય છે. હિન્દુ સંગઠનો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આ મુદ્દે તરત સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. જોકે સમગ્ર મામલે આયોજકો તરફથી કોઇ ખુલાસો આવ્યો નથી.
સંત જ્યોતિર્નાથ મહારાજે પણ આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે નવરાત્રીનો દિવસ આજે અમાવશ્યા કાલથી નવરાત્ર ચાલુ થાય છે ત્યારે નવરાત્રીના આયોજકોને બહુ પહેલેથી એક સૂચના આપવામાં આવી હતી કે તમારે ત્યાં પાસ વિતરણ કરતી વખતે ચેક કરજો. દરેક ખેલૈયાઓને તિલક કરજો. આવી બધી સૂચનાઓ મેં પહેલેથી જ આપી હતી, છતાં પણ વડોદરા શહેરની અંદર લક્ષ્મીવિલાસ પેલેસ(LVP) હેરિટેજ ગરબામાં એક પરધર્મીને પાસ આપવામાં આવ્યો છે. પાસ લેનારે જ કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી. સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે પાસ આપનાર ગુનેગાર છે અને પાસ આપનાર એ સામાજિક ગુનેગાર છે. બીજો ગુનો થાય કે ના થાય એ પછીની વાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતાજીને નોરતા એ સનાતન ધર્મની આસ્થાનો વિષય છે અને તેની અંદર પરમાટી ખાનારા લોકો અને પાસ આપીને ક્યાંક તમે માતાજીના નોરતાનું અપમાન કરો છો, માતાજીનું અપમાન કરો છો અને સાથે સાથે જ આ લોકોને, લોકોએ સામાજિક બહિષ્કાર કરીને હું એવું માનું છું કે સબક આપવો જોઈએ. સંસ્કૃતિપ્રિય જનતા છે, સમજે છે, જાણે છે.
આ વિવાદને રાજકીય રંગ મળતાં શિવસેના ઉદ્ધવ ઠાકરેના પક્ષે પણ LVP ગરબા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પક્ષના પ્રવક્તા દીપક પાલકરે જણાવ્યું કે અમે લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાનો વિરોધ કરીએ છીએ કારણ કે અહીં લવ જેહાદને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ગરબાને લઈ ઊભેલા આ વિવાદે વડોદરાના ધાર્મિક અને સામાજિક વાતાવરણમાં ચિંતા ફેલાવી છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે ગરબા માત્ર ભક્તિ અને પરંપરાનો ઉત્સવ છે, પૈસાની રાજનીતિને કારણે તેની પવિત્રતા સાથે ચેડાં થઈ રહ્યાં છે. હાલ પોલીસ તંત્ર ચુસ્ત બન્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
