તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 21st September 2025
ગોધરાના વડોદરા હાઈવે પર આવેલા ચિખોદરા ગામના પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ
ગોધરા અને હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

ગોધરાના વડોદરા હાઈવે પર આવેલા પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. વડોદરા રોડ પર આવેલા ચિખોદરા ગામમાં આવેલ પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. રાત્રે 2 વાગ્યાના સમયે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને લઈને ગોધરા અને હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
