<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

નવરાત્રી પૂર્વે પેટલાદના રંગાઈપુરામાં વરસાદ: ગરબાના આયોજકોની ચિંતા વધી

ગામની પ્રાથમિક શાળા નજીક આવેલા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા

અમદાવાદ : નવરાત્રી પહેલા જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અનેક જિલ્લામાં ગાજવીજ વરસાદ વરસી પડ્યો છે,  આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા રંગાઈપુરા ગામે નવરાત્રી પૂર્વે જ વરસાદ પડતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે. 

 ગામની પ્રાથમિક શાળા નજીક આવેલા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેલૈયાઓને ગરબાની મજા બગડશે તેવો ભય સતાવી રહ્યો છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ગરબાના આયોજનો પર તેની અસર પડી શકે છે.

 

(6:52 PM IST)