News of Sunday, 21st September 2025
સુરતના અમરોલીમાં USDT ક્રિપ્ટોકરન્સી ખરીદવાના બહાને યુવકને બંધક બનાવી 10 લાખની લૂંટ : બે આરોપી ઝડપાયા
અન્ય ત્રણથી ચાર આરોપીઓ હજુ પણ ફરાર : ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

સુરતના અમરોલી વિસ્તારમાં યુએસડીટી ક્રિપ્ટોકરન્સી ખરીદવાના બહાને એક યુવકને બંધક બનાવીને રૂ.10 લાખની લૂંટ ચલાવનારા બે આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં અન્ય ત્રણથી ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. આ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. યુવકને યુએસડીટી ખરીદવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યો ત્યારે આરોપીઓએ તેને બંધક બનાવી લીધો હતો
આરોપીઓએ તેને માર માર્યો અને ગળાના ભાગે છરી મૂકીને તેની પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તત્કાળ તપાસ હાથ ધરીને લૂંટમાં સંડોવાયેલા મુખ્ય બે આરોપીઓ પ્રેમ હરેશભાઈ ધડુક અને ભવ્ય જયેશભાઈ શેટાને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે.
આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. આ ઘટનાએ ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પોલીસે લોકોને અજાણ્યા લોકો સાથે આવા મોટા નાણાકીય વ્યવહારો ન કરવા અને સાવધ રહેવા અપીલ કરી છે.
.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
