<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

બે વર્ષ પહેલા જ બનેલો રસ્તો વરસાદમાં ધોવાયો: ધાનપોરથી‌ રાજપીપળા જતો મુખ્ય માર્ગ વરસાદને કારણે ધોવાઈ જતા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામથી‌ રાજપીપળા જવાનો મુખ્ય રસ્તો વધારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે. આજુબાજુ ઝાડ પણ રોડ પર આવી ગયા છે. ભેખડ ધસી પડેલ છે. રસ્તા પર ઢેર ઢેર ખાડા પણ પડ્યા છે. બે વાહન પણ સામ સામે નીકળી નથી શકતા. અગાઉ પણ આ બાબતે જે તે કચેરીમા રજૂઆત કરવામાં આવી છે. પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી કરીને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. અને રસ્તો બને હજુ બે વર્ષ જેવો સમય થયો છે. જેનું હજુ મેન્ટેન્સ પણ કરવા આવતું નથી.

જોકે હાલમાં પડેલા ભારે વરસાદમાં આ રસ્તાનું વધુ ધોવાણ થતા ગ્રામ પંચાયત એ માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરી ધાનપોરથી રાજપીપળા જતા મુખ્ય માર્ગ રિપેર કરવા રજૂઆત કરી છે.



 

(9:34 PM IST)