<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

કડી PI ની સમયસૂચકતાથી યુવતીનો જીવ બચ્યો : કેનાલમાં ઝંપલાવેલી યુવતીને PIએ બચાવી લીધી

PI એ.એલ. સોલંકીએ યુવતીને કેનાલમાં ડૂબતી જોઈ તેમણે તાત્કાલિક પોતાની ટીમ અને સ્થાનિક યુવાનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી

મહેસાણા જિલ્લાના કડી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. સોલંકીની સાવચેતી અને સતર્કતાને કારણે એક યુવતીનો જીવ બચ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. કડીની મુખ્ય કેનાલ પર એક અજાણી યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરીને મોતની છલાંગ લગાવી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા PI એ.એલ. સોલંકી અને તેમની ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને યુવતીને કેનાલમાંથી જીવતી બહાર કાઢી અને તેનો જીવ બચાવી લીધો હતો. જોકે, હાલમાં યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ ઘટનાએ કડી પોલીસની કામગીરીને સ્થાનિકો દ્વારા ખૂબ બિરદાવવામાં આવી રહી છે.

કડીની મુખ્ય કેનાલ પર આ ઘટના બની હતી. જ્યાં અજાણી યુવતીએ અંગત કારણોસર કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ સમયે પેટ્રોલિંગમાં નીકળેલા કડી પોલીસ મથકના PI એ.એલ. સોલંકીએ યુવતીને કેનાલમાં ડૂબતી જોઈ. તેમણે તાત્કાલિક પોતાની ટીમ અને સ્થાનિક યુવાનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઝડપી અને સાવચેતીભરી કાર્યવાહીને કારણે યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી અને તેનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

(11:37 PM IST)