તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Tuesday, 23rd September 2025
વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો
વાપી, પારડી અને ઉમરગામમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો : ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતા

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડમાં પણ આજે સતત બીજા નોરતે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. વાપી, પારડી અને ઉમરગામમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. તો કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
બીજી તરફ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઓરંગા, પાર, વાંકી અને દમણ ગંગા નદીમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા કુલ 16 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. નીચાળવાળા કોઝવે પર પાણી ફરી વળતા બેરિકેટ મુકાયા છે. 16 રસ્તા બંધ થતા લોકોને 10થી 15 કિમીનો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
