<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

દેત્રોજ તાલુકામાં શાળાના આચાર્ય અને ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

બંને આરોપીઓએ એક શિક્ષકની ભરતી બાદ તેમને હાજર દર્શાવવા માટે રૂપિયા 3૫,000ની લાંચની માંગણી કરી હતી

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલા શેઠ એલ.વી. અને કે.વી. ભાવસાર સ્કૂલમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં સ્કૂલના આચાર્ય અને જુનિયર ક્લાર્ક લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ બંને આરોપીઓએ એક શિક્ષકની ભરતી બાદ તેમને હાજર દર્શાવવા માટે રૂપિયા 3૫,000ની લાંચની માંગણી કરી હતી. ACBએ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જે શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના દૂષણને ઉજાગર કરે છે.

(12:18 AM IST)