<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ગોધરામાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરનાર યુવકનો CCTV ફૂટેજથી પર્દાફાશ થયો

યુવકે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું : ઝાકીર જબા નામના આ યુવકે વિવાદિત પોસ્ટ મૂક્યા બાદ તેની અટકાયત થઇ હતી

પંચમહાલના ગોધરામાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરનાર યુવકનો CCTV ફૂટેજથી પર્દાફાશ થયો છે. યુવકે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે ઝાકીર જબા નામના આ યુવકે વિવાદિત પોસ્ટ મૂક્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેને માર માર્યો નહોતો, માત્ર સમજાવીને છોડી મૂક્યો હતો. 

   પોલીસ સ્ટેશનેથી બહાર નીકળ્યા બાદ યુવકે પોલીસ પર માર મારવાના ખોટા આક્ષેપો કરતી પોસ્ટ મૂકી હતી અને મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરી પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસ મથકે યુવક અને પોલીસ વચ્ચેની વાતચીતના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં યુવક લંગડાતો જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતો દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે તેણે પોલીસ પર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે.

 

(12:40 AM IST)