<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ગુજરાત રાજ્યમાં નવા 17 તાલુકાની રચના અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા

મહીસાગર જિલ્લામાં બે,નર્મદા એક, વલસાડ એક ,બનાસકાંઠા ચાર, દાહોદ બે,છોટાઉદેપુર એક,ખેડા બે, અરવલ્લી બે,તાપી એક અને સુરત જિલ્લામાં બે નવા તાલુકાની સંભવિત રચના થશે:સૌરાષ્ટ્રમાંથી એક પણ નવો તાલુકો નહીં બને

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.23 ગાંધીનગર ખાતે આજે મળેલ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં આગામી દિવસોમાં 17 જેટલા નવા તાલુકાની રચના કરવામાં આવશે. 

આજે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કુલ ૧૭ નવા તાલુકાઓની રચના કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી જો આ નવા તાલુકાની રચના કરવામાં આવશે તો સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની કાર્ય કરવાની પદ્ધતિમાં સુધારો થશે અને જે તે વિસ્તારના લોકોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે અને સમય પણ બચાવી શકાશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ નવા તાલુકાને સંભવિત મંજૂરી આપી દેવાશે.

નવા તાલુકાઓની રચનામાં પંચમહાલ (મહીસાગર)જિલ્લામાં બે,નર્મદા એક,વલસાડ ચાર, બનાસકાંઠા બે,દાહોદ બે,છોટાઉદેપુર એક,ખેડા બે,અરવલ્લી બે,તાપી એક, સુરત બે એમ કુલ 17 નવા તાલુકાની રચનાની તૈયારી સરકાર દ્વારા પ્રારંભ કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખની છે કે નવા તાલુકાની રચનામાં સૌરાષ્ટ્રમાં એક પણ નવા તાલુકાને સામેલ કરવામાં નથી આવ્યો.

(2:07 PM IST)