News of Wednesday, 24th September 2025
ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ સામે લોકોના રોષના કારણે નાના તાલુકા બનાવીને સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ
રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાના નિર્ણય પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાના નિર્ણય પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકાર પોતાની નીતિ અને નિયત પણ બદલે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના રોષનો સામનો કરી રહી છે, તેથી નાના તાલુકા બનાવીને સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.
મનીષ દોશીએ વધુમાં કહ્યું કે, સત્તાનું વિકેન્દ્રીકરણ માત્ર કાગળ પર ન હોવું જોઈએ, પરંતુ તેનો ખરા અર્થમાં લાભ લોકોને મળવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તાલુકાનું રાજ તાલુકા કક્ષાએથી જ થવું જોઈએ, જેથી નાગરિકોને વહીવટી પ્રક્રિયાઓમાં સરળતા રહે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
