News of Wednesday, 24th September 2025
ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાના નિર્ણયથી લોકોમાં આનંદની લાગણી
ધાનેરાને બનાસકાંઠા સાથે જ રાખવાની માંગ સાથે સ્થાનિક લોકોએ આંદોલન છેડાયું હતું :આખરે સરકારે લોકોની લાગણી અને માંગને માન આપીને આ નિર્ણય લીધો

અમદાવાદ : ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લગતા નિર્ણયમાં ધાનેરાને બનાસકાંઠામાં જ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેને કારણે ધાનેરાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ધાનેરાને બનાસકાંઠા સાથે જ રાખવાની માંગ સાથે સ્થાનિક લોકોએ આંદોલન છેડ્યું હતું, જેમાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો પણ જોડાયા હતા. આખરે સરકારે લોકોની લાગણી અને માંગને માન આપીને આ નિર્ણય લીધો છે, જેને ધાનેરાના રહેવાસીઓએ ઉમળકાભેર આવકાર્યો છે. આ નિર્ણયને લોકોએ પ્રજાના મતને અગ્રતા આપતો નિર્ણય ગણાવ્યો છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
