<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને કાયમી રાહત આપવા આ પુલ બનાવવા ખાસ મંજૂરી આપી : હાર્દિક પટેલ

દેત્રોજ તાલુકાના મોટી રાંતાઈ ગામે ખારાઘોડા નર્મદા બ્રાન્ચ કેનાલ પર ૩૭ લાખના ખર્ચે બનેલ પુલનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

રાજકોટ: દેત્રોજ તાલુકાના મોટી રાંતાઈ ગામે ખારાઘોડા નર્મદા બ્રાન્ચ કેનાલ પર ૩૭ લાખના ખર્ચે બનેલ પુલનું ધારાસભ્ય હાર્દિક પટેલના  હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે હાર્દિક પટેલે કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો આ પુલ બને તેની માંગ કરતા હતા કેમ કે ખેડૂતોને ૬ કિલોમીટર ફરીને ખેતીના કામે જવુ પડતું હતું પરંતુ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને કાયમી રાહત આપવાનું નક્કી કર્યું  અને આ પુલ બનાવવા ખાસ મંજૂરી આપી છે. છેલ્લા અઢી વર્ષમાં દેત્રોજ તાલુકામાં તમામ ક્ષેત્રે વિકાસ કામને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે દેત્રોજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

(8:38 AM IST)