News of Thursday, 25th September 2025
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે : મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ
દક્ષિણ ગુજરાતની સાથે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં 10થી 13 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે :27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ :હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, ગુજરાતમાં ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય પરંતુ હજુ ચોમાસું ગયું નથી. નવરાત્રિ પછી પણ વરસાદ પડી શકે છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. વરસાદ હાહાકાર મચાવવાનો છે. અને તેમાં દક્ષિણ ગુજરાતમાં તો ફુલબહાર ચોમાસું ખિલવાનું છે. દક્ષિણમાં તો 10 ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી અંબાલાલે કરી છે. દક્ષિણ ગુજરાતની સાથે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ 10થી 13 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે. 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાની શક્યતા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
