તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
News of Thursday, 25th September 2025
સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતા મહિલા અને તેના સાથે બાળક પટકાયા : આબાદ બચાવ
પોલીસ જવાન અને કેટલાક સતર્ક મુસાફરોએ તાત્કાલિક દોડીને મહિલા અને બાળકને સુરક્ષિત બહાર કાઢ્યા.

સુરત રેલવે સ્ટેશન પર રોમાંચક ઘટના સર્જાઈ હતી, જ્યાં ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતી વખતે એક મહિલા અને તેના સાથે બાળક પટકાઈ પડ્યા. ચાલતી ટ્રેન અને ટ્રેકની વચ્ચેના ગેપમાં તે કેવળ સેકંડોના અંતરે બચી ગયા. ઘટનાના સમયે સ્ટેશન પર હાજર રહેલ પોલીસ જવાન અને કેટલાક સતર્ક મુસાફરોએ તાત્કાલિક દોડીને મહિલા અને બાળકને સુરક્ષિત બહાર કાઢ્યા. તેમનું ત્વરિત સંકલન અને સાહસથી બાળકનું જીવન બચી ગયું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેને જોઈને દ્રષ્ટા પણ હચમચી ઉઠે. લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
