News of Thursday, 25th September 2025
ગોધરાના લાડપુર ગામે બુલેટ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટના સ્થળે મોત :એક ગંભીર
નાટાપુર ગામના યુવાનો બુલેટ લઈને ગોધરા તરફ આવી રહ્યા હતા ત્યારે લાડપુર પાસે થયો અકસ્માત

પંચમહાલના ગોધરા તાલુકાના લાડપુર ગામે બુલેટ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 2 યુવકોના મોત થયા છે. અકસ્માતમાં બુલેટ પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત અને અન્ય એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયો છે. નાટાપુર ગામના યુવાનો બુલેટ લઈને ગોધરા તરફ આવી રહ્યા હતા ત્યારે લાડપુર પાસે અકસ્માત થયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
