News of Thursday, 25th September 2025
અમદાવાદના એલિસબ્રિજ જીમખાનાને અન્ય સ્થળે હટાવવા સામે કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો
એલિસબ્રિજ જીમખાના ક્લબને ઓગણજ ખાતે સ્થળાંતર કરવાના મેનેજિંગ કમિટીના નિણર્યનો મૅમ્બરો દ્વારા થયો હતો

અમદાવાદની મધ્યમાં આવેલ એલિસબ્રિજ જીમખાનાને અન્ય સ્થળે હટાવવા સામે કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. એલિસબ્રિજ જીમખાના ક્લબને ઓગણજ ખાતે સ્થળાંતર કરવાના મેનેજિંગ કમિટીના નિણર્યનો મૅમ્બરો દ્વારા વિરોધ થયો હતો. સીટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં પ્રારંભિક સુનાવણી હાથ ધરાઈ હતી આગામી AGMની વીડિયોગ્રાફી સાથેનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કેસમાં 9 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે. જીમખાનાના સભ્યોના અસંતોષથી મેનેજિંગ કમિટીના સભ્યોએ ક્લબના બંધારણનું પાલન નહીં થયાનો સ્વીકાર કર્યો હતો ઓગણજ સ્થિત લીઝ પર લીધેલ કલબની જગ્યાના 12 લાખથી વધુની રકમ મેનેજિંગ કમિટીએ ગેરકાયદેસર ચૂકવ્યાનો આરોપ લાગ્યો છે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
