News of Thursday, 25th September 2025
વાવના બાલુંત્રી ગામમાં પાણી નિકાલ ન થતા મામલતદાર કચેરીએ અનોખો વિરોધ
છેલ્લા 25 દિવસથી વધુ સમય વીતી જવા છતાં ગામમાં વરસાદી પાણી ઓસર્યા ન હોવાથી ગ્રામજનો રોષે ભરાયા

બનાસકાંઠાના વાવ તાલુકાના બાલુંત્રી ગામના ગ્રામજનોએ પાણી નિકાલની સમસ્યાને લઈને મામલતદાર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 25 દિવસથી વધુ સમય વીતી જવા છતાં ગામમાં વરસાદી પાણી ઓસર્યા ન હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મામલતદાર કચેરીના મેદાનમાં ગરબા રમીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની માંગ છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
