તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
ગુજરાતમાંથી નરેન્દ્રભાઇ મોદીને ૭પ લાખ પત્ર લખાશે, વિશ્વની પ્રથમ ઘટનાઃ જગદીશ વિશ્વકર્મા
રાજયના સહકાર મંત્રીની અકિલા સાથે વાતચીત જી.એસ.ટી.માં રાહત સહિતના લાભ બદલ વડાપ્રધાનનો આભાર

રાજકોટ તા. ર૭ :.. ગુજરાતના સહકાર રાજય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિતે ગુજરાતભરમાંથી ૭પ લાખ આભારપત્ર વડાપ્રધાનને લખવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે.
મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.માં રાહત આપી છે. ઉપરાંત સરકારની યોજનાઓનો વિવિધ વર્ગના લોકોને લાભ મળ્યો છે. જનતાને અસાધારણ લાભ આપવા બદલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતા અને આભાર માનતા ૭પ લાખ પત્રો લખવાનું નકકી કર્યુ છે. સહકારી સંસ્થાઓ મારફત અને નાગરિકો દ્વારા આભારપત્ર લખાશે. કોઇ એક જ વ્યકિત માટે ગણતરીના દિવસોમાં ૭પ લાખ આભારપત્રો લખાય તેવી વિશ્વની પ્રથમ ઘટના બનશે. વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધારનાર શ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારપત્ર લખવાનું રાજયવ્યાપી અભિયાન શરૂ થઇ ગયું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી ધી નાંદોલ સેવા સહકારી મંડળી ખાતે સહકારથી સમળદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ,રાજ્યકક્ષાના સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ તકે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવી તેની ધુરા કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે. ઉપરાંત વર્ષ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે સહકારથી સમળદ્ધિ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાઈ રોજગારી તકો ઉભી કરવાનો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકાર મંત્રાલય શરુ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમળદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી જી.એસ.ટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા તથા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવા બદલ નાંદોલના ગ્રામજનોએ ૫૦૦ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર રાજયમાંથી ૭પ લાખ આભારપત્રો લખાશે.
શ્રી જગદીશ વિશ્વકર્માએ તેમણે ઉમેર્યું હતું કે,ટેક્સમાં થયેલા ઘટાડા પછી નવરાત્રીના પ્રથમ દિવસે જ માત્ર ગુજરાતમાંજ ૧૦ હજાર જેટલી ફોર વ્હીલર તથા ૩૨ હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું છે, એટલે કે લોકોને આ ટેક્સ ઘટાડાનો વધુમાં વધુ ફાયદો થઈ રહ્યો છે. ઉપરાંત ખાદી અને વણાટ કામના કારીગરોને વડાપ્રધાનશ્રી ના ખાદી વપરાશ અને સ્વદેશી અભિયાન થકી મહત્તમ ફાયદો થયો છે. આ અભિયાન શરૂઆત પહેલા જે આવક પચ્ચીસ હજાર કરોડ હતી, તે વધીને આ છેલ્લા પાંચ છ વર્ષમાં અભિયાન થકી દોઢ લાખ કરોડ થવા પામી છે.
સાથે જ તેમણે સ્વનિર્ભર ભારત અંગે જણાવ્યું હતું કે, ગામડાઓ આત્મનિર્ભર અને મજબૂત બનશે તો તાલુકો, અને તાલુકો મજબૂત હશે તો જિલ્લો, અને જો આપણા જિલ્લાઓ આત્મનિર્ભર બનશે તો રાજ્ય, અને રાજ્ય થકી દેશને આત્મનિર્ભર બનાવતા કોઈ અટકાવી નહીં શકે. આપણે આજે જાગીશું તો આવનારી પેઢી સ્વદેશી અપનાવવા માટે મજબૂત બનશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
