<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

કમ્પોઝિશન સ્કીમ હેઠળ ફૂડ/રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં મોટાપાયે કરચોરી મળી: એસ. જી.એસ.ટી. વિભાગ દ્વારા રૂ. ૫૨.૦૭ કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી રૂ. ૪.૮૮ કરોડની કરચોરી પકડવામાં આવી

અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ ખાતેના ૧૬ વેપારીઓના ૨૫ સ્થળોએ સ્થળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ:જી.એસ.ટી. અધિકારીઓએતાજેતરમાંફૂડ/રેસ્ટોરન્ટક્ષેત્રહેઠળનાકરદાતાદ્વારા કરચોરીના ઉદેશથી કેવા પ્રકારની રીતરસમો અપનાવવામાં આવે છે તેની ચકાસણી કરવા અધિકારીઓ પોતે ગ્રાહક બની આવા વેપારીઓના ધંધાના સ્થળે ખાનગીરાહે ચકાસણી કરવામાં આવેલ. જેમાં કરચોરીમાટેઅપનાવેલ વિવિધપ્રકારની મોડસઓપેરેન્ડી ધ્યાને આવેલ. આથી ઉપલબ્ધ માહિતી તેમજ ઉપરોક્ત મોડસ ઓપેરેન્ડીને ધ્યાને લઇ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ ખાતેના ૧૬ વેપારીઓના ૨૫ સ્થળોએ સ્થળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે, આ ક્ષેત્રના કરદાતાઓ કરચોરી માટેની વિવિધ મોડસ ઓપેરેન્ડીજેમ કે, પેમેન્ટ ડાયવર્ટ કરવા માટે એકથી વધુ QR કોડનો ઉપયોગ, કાચી ચીઠ્ઠી દ્વારા વ્યવહારો, ઇન્વોઇસ વિના વેચાણ કરવુ અને કંપોઝિશન સ્કીમનો દુરૂપયોગ કરીને વાસ્તવિક ટર્નઓવરરૂ. ૧.૫૦કરોડથીઓછું દર્શાવી કંપોઝિશન સ્કીમનો ખોટી રીતે લાભ લેતા હતા. આ ગેરરીતીઓથી સ્પષ્ટ થાય છે કે, કરદાતાઓ વાસ્તવિક વેચાણ ઓછુ દર્શાવીને કાયદેસરનીવેરાકીયજવાબદારી ટાળતા હતા.

અત્યાર સુધીની તપાસમાંરૂ. ૫૨.૦૭ કરોડનાબિન-હિસાબી વ્યવહારો પર વ્યાજ અને દંડ સહિત કુલ રકમરૂ. ૪.૮૮ કરોડથી વધુની કરચોરી મળી આવેલ છે. વિભાગ દ્વારા વસુલાત અને રાજ્યની આવકનાસંરક્ષણ માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી ચાલુમાં છે.

ગુજરાત રાજ્ય વેરા વિભાગ ફરીથી સ્પષ્ટ કરે છે કે,GST કાયદા હેઠળની કોમ્પોઝિશન સ્કીમનો દુરુપયોગ કરવાનો તેમજ ટર્નઓવર છુપાવવા માટે છેતરર્પીડી કરવાનો કોઈપણ પ્રયત્ન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય વેરા વિભાગ સરકારી આવકની સુરક્ષા કરવા, વ્યાપાર માટે ન્યાયપૂર્ણ વાતાવરણ સર્જવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને કર ચોરીને શોધવા અને રોકવા માટે કાર્યવાહી વધુ મજબૂત બનાવવાની કામગીરી ચાલુ રાખશે

 

(6:41 PM IST)