<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગ: 20થી વધુ વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી

અખાદ્યા નાસ્તા અથવા દૂષિત પાણીના કારણે 20થી વધુ વિદ્યાર્થીઓમાં ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની લક્ષણો જણાતા અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. અખાદ્યા નાસ્તા અથવા દૂષિત પાણીના કારણે 20થી વધુ વિદ્યાર્થીઓમાં ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની લક્ષણો જણાતા તેમને તાત્કાલિક અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા અને શાળાના તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

(6:23 PM IST)