News of Monday, 29th September 2025
સીઝનમાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમમાં 138 મીટરે પહોંચી જળસપાટી
ઉપરવાસમાંથી પાણીની આવક 83,000 ક્યુસેક થઈ રહી છે. જેની સામે 43,000 ક્યુસેક પાણી નદી છોડાઈ રહ્યું છે

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટર સુધી પહોંચ્યો છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાને માત્ર 0.68 સેન્ટિમીટર દૂર છે. ઉપરવાસમાંથી પાણીની આવક 83,000 ક્યુસેક થઈ રહી છે. જેની સામે 43,000 ક્યુસેક પાણી નદી છોડાઈ રહ્યું છે. હાલ આર બી પી એચ અને સી એચ પી એચ ના ટર્બાઇન થકી વીજ ઉત્પાદન થઈ રહયું છે. જો કે આજ સવારથી જ નર્મદા ડેમના તમામ દરવાજા આવતી સિઝન સુધી બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ 98 ટકા ભરાયો છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
