News of Monday, 29th September 2025
કલોલના નારદીપુર ગામે ત્રણ યુવકોએ તળાવમાં કૂદીને કર્યો આપઘાત
ત્રણેય યુવકો નારદીપુરના જ રહેવાસી : એક સાથે તળાવમાં પડીને કેમ આપઘાત કર્યો તે વિશે ભારે સસ્પેન્સ

ગાંધીનગરના કલોલના નારદીપુર ગામે ત્રણ યુવકોએ તળાવમાં કૂદીને આપઘાત કર્યો છે. ત્રણેય ભાઈઓ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.આપઘાતને લઈ કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકો દારૂના નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આ ઘટના બે દિવસ પૂર્વેની છે પરંતુ પ્રકાશમાં આજે આવી હોવાનું કહેવાય છે.
મળેલી માહિતી પ્રમાણે આ યુવકોએ તળાવમાં કૂદીને આપઘાત કર્યો છે. નારદીપુરના તળાવમાં પડતા પહેલા આ યુવકોએ વીડિયો પણ બનાવ્યો હતો અને ઇન્સ્ટાગ્રામમાં પણ વાયરલ કર્યો હતો. એક સાથે ત્રણ યુવકે તળાવમાં પડી આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે.
હાલ તો અગમ્ય કારણોસર તળાવમાં પડી યુવકોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે. આ યુવકના નામ ધૈર્ય શ્રીમાળી, કૌશિક મહેરીયા, અશોક વાઘેલા હોવાનું જાણવા મળે છે.
પોલીસે પણ સમગ્ર બનાવની તપાસ શરુ કરી છે તથા તેમના વીડિયોની પણ ચકાસણી કરાઇ રહી છે. ત્રણેય યુવકો નારદીપુરના જ રહેવાસી હોવાનું જાણવા મળે છે પણ તેમણે એક સાથે તળાવમાં પડીને કેમ આપઘાત કર્યો તે વિશે ભારે સસ્પેન્સ છવાયેલું છે. પોલીસ તપાસમાં મહત્વના તારણો બહાર આવે તેવી શક્યતા છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
