News of Monday, 29th September 2025
બપોરના 4 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં વરસાદ : સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના

અમદાવાદ :નવરાત્રિ સમયે રાજ્યમાં જામ્યો મેઘાવી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે 29 સપ્ટેમ્બરના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જોકે હજુ 4 દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી છે. બંગાળની ખાડીમાં વરસાદની ભારે સિસ્ટમ મજબૂત થતાં રાજ્યના અનેક બંદરો પર 3 નંબરના સિગ્નલ લગાવાયા છે.
રાજ્યમાં સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 2 ઈંચથી વધુ વરસાદ, ઉના અને તાલાલામાં દોઢ ઈંચથી વધુ વરસાદ, અન્ય 81 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે અનેક નદી-નાળાઓ છલકાયા હતા.
29 સપ્ટેમ્બરના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 2 ઈંચથી વધુ વરસાદ, ઉના, માળિયાહાટીનામાં દોઢ ઈંચથી વધુ વરસાદ,તાલાલા, વેરાવળ-પાટણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ, સૂત્રાપાડા, કોડિનારમાં 1 ઈંચથી વધુ વરસાદ અન્ય 35 તાલુકામાં સામાન્ય વરસાદ ખાબક્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. વેલમાર્ક લો પ્રેશરને કારણે સાત દિવસ વરસાદની શકયતા છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
