<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

બોગસ ડીગ્રીઓ માટે કુવિખ્‍યાત વોન્‍ટેડ આરોપી અભિષેક ધારીવાલ ૧૭ વર્ષે મુંબઇથી વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચ ઊંચકી લાવી

વડોદરા સહિત ગુજરાતભરમાં માગો તે બનાવટી ડિગ્રી, માર્કશીટ સર્ટિફિકેટ આપી ખળભળાટ સર્જનાર આખરે વિશેષ અભિયાન અંતર્ગત સકંજામાં સપડાયો : CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, જોઇન્‍ટ સીપી લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શનમાં મોટી સફળતા : જેમના અને પીઆઇ એચ.ડી તુવરના નેતળત્‍વ હેઠળ પીઆઇ એન. જી જાડેજા તથા psi બી. વી.ગોહિલ ટીમની બાતમી આધારે થયેલ કાર્યવાહીની થયેલ છે તેવા પીઆઇ આર. જી.જાડેજા અકિલા સમક્ષ રસપ્રદ કથા વર્ણવે છે

રાજકોટ તા. કોઈ જાતના શિક્ષણ વગર બનાવટી ડીગ્રીઓ, માર્કસીટો બનાવટી સર્ટિફિકેટો વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ શહેરોમાં વેચાણ કરવાના આરોપસર ૧૭ વર્ષથી વોન્‍ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચની વિશેષ ટીમો દ્વાર મુંબઈથી પકડી પાડવામાં આવ્‍યો હોવાનું પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જી.જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

 અત્રે એ યાદ રહે કે વડોદરા શહેરમાં જડબેસલાખ કાયદો વ્‍યવસ્‍થા જાળવવાની બાબતને ટોપ પ્રયોરોટી પર મૂકનાર સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા ૧૦ વર્ષથી વધુ સમય થયા વોન્‍ટેડ આરોપીંને પકડવા માટે ક્રાઇમ બ્રાન્‍ચ વડા લીના પાટીલ સહિત સહિત સિનિયર, જુનિયર અધિકારીઓ સાથે પૂર જોશમાં ચલાવાઈ રહ્યું છે, જે અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જેમની અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.ડી તુવેરના નેજા હેઠળ અને ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્‍ચાર્જ એસીપી ડી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ થયેલ છે તેવા અસર જી.જાડેજા દ્વારા જણાવાયુ છે.

 આરોપીઓ  દ્વારા વડોદરા શહેરમાં અલકાપુરી વિસ્‍તારમાં ઓફિસ ખોલી જેતે સમયે ૩૦ હજારથી વધુ રકમ આપે તેમને બનાવટી ડીગ્રીઓ, માર્કશીટ અને સર્ટીફીકેટ આપવામાં આવતા ,પોલીસ એકશનમાં આવતા આરોપીઓ નશી છૂટયા હતા.

ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.જી.જાડેજા તેમજ પો. સબ. ઇન્‍સ. બી.વી.ગોહીલ નાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરના જુદા જુદા ગુનાઓમાં છેલ્લા ઘણા સમયથી ફરાર રહેલ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ દરમ્‍યાન સયાજીગંજ પોલીસ સ્‍ટેશન ગુ.૨.ન.ફ.૨૭૦/૨૦૦૮ IPC કલમ ૪૦૬,૪૨૦,૪૬૫, ૪૬૭, ૪૬૮,૧૨૦(બી) મુજબના ગુનામાં સંડોવાયેલ અને નાસતો ફરતો આરોપી ઇસમ નામે અભીષેક તનસુખલાલ ધારીવાલ રહે.૧૦૭/એ શાંતીનગર સાંઇ રોડ અનુપમ એપાર્ટમેટ ભાયંદર મુંબઇ મહારાષ્‍ટ્ર રાજ્‍યની ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારીત કરવામાં આવેલ આવેલ તપાસ દરમ્‍યાન આ નાસતો ફરતો આરોપી હાલમાં મુંબઈ ગોરેગાંવ ખાતે આવેલ ઇમ્‍પીરીયલ હાઇટસ ખાતેના ફલેટમાં આશ્રય લઇ રહેલાની માહીતી મળતા ટીમ તુર્ત જ મહારાષ્‍ટ્ર રાજ્‍યના મુંબઇ ખાતે જઇ મુંબઇના ગોરેગાંવ વિસ્‍તારમાં સતત ખાનગી રાહે વોચ રાખી આ નાસતો ફરતો આરોપી નામે અભીષેક તનસુખલાલ ધારીવાલ ઉ.વ.૪૪ હાલ રહે. ફલેટ ન.૧૯૦૩,બી વિંગ ઇમ્‍પીરીયલ હાઇટસ, બેસ્‍ટનગર,ગોરેગાંવ મુંબઈ મહારાષ્‍ટ્ર રાજ્‍યને તેના હાલના મુંબઇ ગોરેગાંવ ખાતેના ભાડેથી રાખેલ મકાનેથી શોધી કાઢી આ આરોપીની પ્રાથમીક પુછપરછમાં તેમજ આ ઇસમના ઓળખ અંગેના પુરાવા આધારે તેમજ ખાત્રી તપાસ દરમ્‍યાન આ ઇસમ ઉપરોકત સયાજીગંજ પો.સ્‍ટેશનના ગુનામાં સંડોવાયેલ અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઇ જઇ નાસતો ફરતો હોવાનુ જણાઇ આવતા આ આરોપીને ગુનાના કામે હસ્‍તગત કરી વડોદરા લાવી આ સયાજીગંજ પો.સ્‍ટે.માં નોંધાયેલ આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા કરવામાં આવતી હોય આરોપીને ધરપકડ કરી ગુનાના કામે મુદ્દાઓ આધારીત આરોપીના પોલીસ કસ્‍ટડીના રીમાન્‍ડ મેળવવાની કાર્યવાહી કરેલ છે.

(11:04 AM IST)