તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 30th September 2025
ટેકાનાં ભાવે ખરીદવાની મગફળીનો જથ્થો વધારવા ત્વરિત નિર્ણય કરો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૩૦ : ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કળષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ટેકાનાં ભાવે ખરીદવાની મગફળીનો જથ્થો વધારવા બાબતે રજૂઆત કરી છે. ઈટાલીયાએ જણાવ્યું છે કે, તાજેતરમાં જ ગુજરાતના અંદાજે ૯ લાખ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. ખેડૂતોએ નોંધણી કરાવ્યા બાદ હાલમાં કેન્દ્રીય કળષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કર્યા મુજબ ખેડૂતો પાસેથી માત્ર સાડા ત્રણ ખાંડી (એટલે કે ૭૦ મણ જેટલી) મગફળી જ ખરીદવામાં આવનાર છે. જો ખેડૂતો પાસેથી માત્ર સાડા ત્રણ ખાંડી એટલે કે ૭૦ મણ જેટલી જ મગફળી ખરીદવામાં આવે તો ખેડૂતોને અત્યંત નુકશાન જાય તેમ છે. બજારમાં હાલમાં મગફળીનાં ભાવ સાવ તળિયે છે ત્યારે ખેડૂતોને એકમાત્ર આધાર ટેકાના ભાવે વેચાણ થાય તેમાં જ છે.
જો સરકાર ખેડૂતો પાસેથી પુરતા જથ્થામાં મગફળી ખરીદી નહિ કરે તો ખેડૂતોને આ વર્ષે નુકશાની જશે, આત્મહત્યા કરવી પડશે, ખેડૂતો દેવામાં ડૂબી જશે અને આંદોલન કરવા માટે મજબુર બનવું પડશે. ગુજરાતના ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરીને દરેક ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી દસ ખાંડી મગફળી (એટલે કે અંદાજે ૨૦૦ મણ) મગફળી ખરીદ કરવામાં આવે તેમ ઈટાલીયાએ જણાવ્યું છે. (૪.૯)
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
