News of Tuesday, 30th September 2025
દોઢ વર્ષના બાળકનું અપહરણ કરી ઉત્તરપ્રદેશ નાશી છૂટે તે પહેલા એ મહિલા તથા તેના પતિને આવી રીતે પકડ્યા
સફરજનની લાલચ સુરત ગ્રામ્યના તાતાથિયા ગામમાં બનેલ ઘટનામાં રેન્જ IG પ્રેમવીરસિંહ, એસપી રાજેશ ગઢિયાએ આખા જિલ્લાની મહત્વની બ્રાન્ચો સ્થળ પર રવાના કરેલ ક્રાઇમ બ્રાંચમાં અનેક પડકારજનક બનાવોમાં સફળતા મેળવવા માટે જાણીતા કડોદરા GIDC ના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ , LCB Pi રાજેશ ભટોળ સહિત તમામ પોલીસ સ્ટાફે અદભુત ઇન્ટેલિજન્શી દાખવી, પોલીસ ધારે તો શું ન કરી શકે. અકિલા સમક્ષ વાયરલ ઘટના વિશેષ પીઆઇ ભાવિક શાહ વર્ણવે છે

રાજકોટ તા.૩૦ : દોઢ વર્ષના બાળકને સફરજનની લાલચ આપી એક મહિલા અને તેના પતિ દ્વારા અપહરણ કરી ઉત્તરપ્રદેશ નાશી છૂટે તે પહેલા સુરત ગ્રામ્યની LCB સહિતની ટીમો અને સુરત કડોદરા GIDC પોલીસ મથક દ્વારા ઝડપી પાડવામાં આવતા બાળકની માતાએ ચોધાર આંશુએ રડતા રડતા પોલીસ LCB પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ ભટોળ અને ભૂતકાળમાં LCB કાર્યકાળ દરમિયાન આવા અનેક ગુનાઓની ભેદ ઉકેલનાર પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ સહિત તમામનો આભાર વ્યકત કરતા આ પોલીસ અધિકારીઓની આંખો ભરાઈ આવી હતી.
સુરત જિલ્લાના તાતાથિયા ગામે દોઢ વર્ષના બાળકનું અપહરણ થયાનું જાણી તત્કાલિક ગુન્હો દાખલ કરી પોલીસ ટીમોને પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ દ્વારા એલર્ટ મોડમાં મૂકી, આ બાબતે સુરત રૂરલ એસપી રાજેશ ગઢિયા અને તેમના મારફત રેન્જ વડા પ્રેમવીરસિંહને જાણ કરેલ, બનાવની ગંભીરતા પારખી ઉપરોક્ત બન્ને સિનિયર અધિકારીઓ દ્વારા સુરત ગ્રામ્યની LCB/ સહિત તમામ કાફલો સ્થળ પર પીઆઇ ભાવિક શાહ ટીમની મદદે રવાના કરેલ. પોલીસની વિવિધ ટીમો CCTV કેમેરાના બારીકાઈથી તપાસવા શરૂ કરેલ,અને વિવિધ બાતમીદારો પણ મેદાને પડેલ.. માસૂમ બાળકના જીવન મરણનો પ્રશ્ન હતો, એક એક ઘડી કિમતી હતી. આ દરમિયાન સુરત ગ્રામ્યની ટેકનીકલ નિષ્ણાત ટીમે એકસ્ત્રી બાળકને લઈને જતી નજરે ચઢતા તેના સ્ક્રીન શોટ સાથે પોલીસ ટીમો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ, રાજેશ ભટોળ ચોક્કસ દિશા પકડી, બન્ને પોલીસ ઇન્સ્પેક્ટરોએ આરોપીઓ કોઈ રીતે છુટકે નહીં તે માટે રેલવે , બસ સ્ટોપ પાસે ખૂણે ખૂણા તપાસ કરવા સાથે રેલવેના સીસીટીવી કેમેરા ચેક કરતા એક ચોક્કસ જગ્યા લોકેટ કરી, એક કોઈનું ધ્યાન ન પડે તેવી જગ્યા પરથી અપહરણકર્તાસ્ત્રી અને તેના પતિને પકડી બાળકનો સહી સલામત કબજો મેળવી ભાવવાહી બનેલ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ દ્વારા તેડી લેવાયેલ બીજી તરફ આ મામલે સતત ચિંતિત સેવા રેન્જ વડા તથા સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાને ઓપરેશન સક્સેસ સંદેશ મળતા સહુને અભિનદન આપેલ.
ધરપકડ કરવામા આવેલ આરોપીઓના નામ સરનામાની વિગત : ૧) પ્રદિપ રામ શર્મા, ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહેહાલ-કારેલી, રાહિ રેસીડેન્સી, રૂમ નં.૭૩, તા.પલસાણા જી.સુરત મુળ રહે.કટેટી તા.લાલગંજ જી.પ્રતાપગઢ (યુ.પી), રિતાં પ્રદિપ રામ શર્મા, ઉ.વ.૩૦ ધંધો-ઘરકામ રહેહાલ-કારેલી, રાહિ રેસીડેન્સી, રૂમ નં.૭૩, તા.પલસાણા જી.સુરત મુળ રહે.કટેટી તા.લાલગંજ જી.પ્રતાપગઢ (યુ.પી)
ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે. મે.પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ , સુરત વિભાગ, સુરત, નાઓની
રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા , સુરત ગ્રામ્ય નાઓના સુપરવીઝન અને માર્ગદર્શન હેઠળ નિચે મુજબના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઉપરોકત પ્રસંશનીય કામગીરી કરેલ છે. આર.બી.ભટોળ પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી શાખા,સુરત ગ્રામ્ય, બી.ડી.શાહ,પોલીસ ઈન્સ્પેક્ટર, કડોદરા પોલીસ સ્ટેશન, એમ.આર. શકોરીયા, પોલીસ ઈન્સ, પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય એસ.એમ.પટેલ,પોલીસ ઈન્સ, કડોદરા પો.સ્ટે, બી.બી.વાઘેલા. પોલીસ સબ ઈન્સ્પેક્ટર, કડોદરા પો.સ્ટે, જે.ડી.મીર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, કડોદરા પો.સ્ટે, ડી.કે.ચૌધરી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, કડોદરા પો.સ્ટે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
