<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

સુરતના અડાજણ મહેન્દ્રા કારના શોરૂમ આગ લાગી:ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો

નવરાત્રીમાં અનેક ગાડીઓનું બુકિંગ કરવામાં આવ્યું હતું. કાર શો રૂમમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ

સુરતના અડાજણ મહેન્દ્રા કારના શોરૂમ આગ લાગી છે. ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. આગમાં કેટલીક ગાડીઓ બળીને ખાખ થઈ હોવાના અહેવાલ છે. દશેરાએ નવી કારની ડીલીવરી હોય છે બીજી તરફ આગ લાગી છે. નવરાત્રીમાં અનેક ગાડીઓનું બુકિંગ કરવામાં આવ્યું હતું. કાર શો રૂમમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

(7:33 PM IST)