<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

યુજીસીએ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ગુજરાતની 8 સહીત 54 ખાનગી યુનિ.ઓને નોટિસ ફટકારી

યુજીસીએ હવે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સુધારા નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ :યુજીસીએ દેશની 54 ખાનગી યુનિવર્સિટીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. યુજીસીએ નવા પારદર્શિતા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ 54 ખાનગી યુનિવર્સિટીઓને નોટિસ ફટકારી છે. જૂન 2024 માં અમલમાં આવેલા આ નિયમો હેઠળ યુનિવર્સિટીઓને તેમની વેબસાઇટ પર સંબંધિત માહિતી જાહેર કરવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ ઘણી યુનિવર્સિટીઓ આમ કરવામાં નિષ્ફળ ગઈ હતી 

  યુજીસીએ હવે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સુધારા નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.UGC ની યાદીમાં દેશભરની 54 ખાનગી યુનિવર્સિટી પૈકી ગુજરાતમાં સૌથી વધુ અસરગ્રસ્ત 8 યુનિવર્સિટીઓ છે. આમાં ગાંધીનગર યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી, કેએન યુનિવર્સિટી, એમકે યુનિવર્સિટી, ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

(7:40 PM IST)