News of Tuesday, 30th September 2025
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ અને મીની વાવાજોડાના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકશાન: વળતરની માંગણી
ત્રણ દિવસ સુધી સર્જાયેલા વરસાદી માહોલ અને મીની વાવાઝોડાને કારણે તારાજીના દ્રશ્યો: કાંઠા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું. તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું

વલસાડ જિલ્લામાં સર્જાયેલા વરસાદી માહોલ અને મીની વાવાજોડાના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકશાન થયું છે. પાક તૈયાર થવાની અણીએ હતો એ વખતે સર્જાયેલા આ માહોલને કારણે ખેડૂતોને મોટું નુકસાન શાહન કરવાનો વારો આવ્યો છે.
વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ સુધી સર્જાયેલા વરસાદી માહોલ અને મીની વાવાઝોડાને કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાંઠા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું. તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના મુખ્ય પાક ડાંગર છે. તોફાની વાવાઝોડાને કારણે ડાંગરનો ઉભો પાક ખેતરોમાં આડો પડી ગયો હતો. પાક તૈયાર થવાની અણી પર હતો એ વખતે જ સર્જાયેલા આ માહોલને કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
બીજી બાજુ શાકભાજીના પાકો પણ નુકસાનથી બચી શક્યા નથી. શાકભાજીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. શાકભાજીના ફૂલ છોડ ખરી પડ્યા છે. સાથે જ હવે પાકમાં જીવાત સહિત અન્ય રોગોને કારણે ખેડૂતોએ હવે પોતાના પાકને બચાવવા માટે મોંઘા ભાવની દવાનો છંટકાવ સહિતની અને મજૂરી કરવી પડી રહી છે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસામાં અને પ્રતિકૂળ હવામાનને કારણે વલસાડ જિલ્લામાં ખેતીના પાકને મોટું નુકસાન થાય છે. આ વર્ષે પણ પાક તૈયાર થવાની અણી પર હતો. એ વખતે જ સર્જાયેલા આ માહોલને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો પણ સરકાર સમક્ષ થયેલા નુકસાનીની વળતરની માંગ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. સામા તહેવારે ભારે વરસાદ અને મીની વાવાઝોડાથી ફૂલોની ખેતીને મોટું નુકસાન થયું છે. મહત્વનું છે કે સોળસુંબામાં ગલગોટાના ફૂલોની એક વાડીમાં મોટું નુકસાન થયું છે. છોડ પરથી ફૂલો ખરી પડ્યા અને નીચે પડી કિચડમાં પડતા ફૂલો પણ બગડ્યા છે. ખાસ કરીને દશેરાના તહેવાર દરમિયાન પૂજા માટે ગલગોટાના ફૂલની મોટી માંગ રહે છે. જોકે તહેવાર અગાઉ જ નુકસાન થતા ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
