<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

વિસનગરની કમાણા ચોકડી પાસે ફોર્ચ્યુનર કાર ચાલકે ઇકો કારને ટક્કર માર્યા બાદ પાઇપ વડે હુમલો કર્યો

4 શખ્સો લોખંડની પાઇપ વડે તૂટી પડ્યા: ઇકો કાર ચાલકને ગંભીર ઇજા પહોચી

મહેસાણાના કમાણા ચોકડી પાસે ઇકો કાર ચાલક પર જીવલેણ હુમલો થયો હતો. વિસનગરની કમાણા ચોકડી પાસે માથાભારે ફોર્ચ્યુનર કાર ચાલકે ઇકો કારને ટક્કર મારી હતી. ઇકો કારને ટક્કર માર્યા બાદ પાઇપ વડે હુમલો કર્યો હતો. 4 શખ્સો લોખંડની પાઇપ વડે તૂટી પડ્યા હતા. ઇકો કાર ચાલકને ગંભીર ઇજા પહોચી છે. આ ઘટના અંગે 4 સામે ફરિયાદ કરવામાં આવી છે.

 

(12:21 AM IST)