<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

તહેવાર દરમિયાન રેલવે દ્વારા નવા રૂટ પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ

સાબરમતી-પટના અને રાજકોટ-બરૌની વચ્ચે પણ સાપ્તાહિક ટ્રેનો ચાલુ કરવામાં આવી

અમદાવાદ : નવરાત્રી, દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા મહાન તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરોની વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વિવિધ રૂટ પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. લાંબા અને વ્યસ્ત રૂટ્સ પર ટ્રાફિકનું બોજ ઘટાડવા માટે રેલવેએ સાપ્તાહિક અને દૈનિક ટ્રેનોની વ્યવસ્થા કરી છે. અસારાથી કાનપુર માટે દર મંગળવારે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે, જ્યારે અસારાથી આગ્રા કેન્ટ સુધી દૈનિક ટ્રેન ચાલુ રહેશે. વટવાથી રકસૌલ માટે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે, અને સાથે સાથે સાબરમતી-પટના અને રાજકોટ-બરૌની વચ્ચે પણ સાપ્તાહિક ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. આ ટ્રેનો તહેવાર દરમિયાન મુસાફરો માટે સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરશે અને ટિકિટ બુકિંગમાં સરળતા લાવશે.

(3:54 PM IST)