તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
ધરખમ ફેરફારોની ચર્ચાઓ વચ્ચે ફક્ત બે ઓર્ડર કરી ગાંધીનગરે સંતોષનો શ્વાસ લીધો
પોસ્ટિંગ વગરના ૧ ડઝન સિનિયર IPS ને નવરાત્રી ન ફળી, પોસ્ટિંગની પ્રતિક્ષામા રહેલ ફકત ૧ આઇપીએસને જ પોસ્ટિંગ : અંતે ડો.કે એલ.રાવની કસોટી પૂર્ણ. CID વડા બનાવાયા....બોટાદ એસપી ચિંતન તેરૈયા ટૂંક સમયમાં બદલાયા, નવ નિર્મિત થરાદ જિલ્લાની જવાબદારી અપાઈ.. બોટાદમાં હવે જીલ્લા પોલીસ વડા તરીકે ધર્મેન્દ્ર શર્મા

રાજકોટ તા.૧: રાજ્ય પોલીસ તંત્રમાં જેની ચાતક નજરે વાટ જોવાઇ રહી હતી તેવા પોસ્ટિંગ વગરના એક ડઝન સિનિયર IPS અધિકારીઓ કે જે લાંબા સમયથી પોસ્ટિંગ વગર બેઠા છે, તેમને કોઈ પોસ્ટિંગ અગમ્ય કારણોસર આપ્યા વગર પોસ્ટિંગની પ્રતીક્ષામાં રહેલ ધર્મેન્દ્ર શર્માને બોટાદ જીલ્લા પોલીસ વડા બનાવી સંતોષ માનવામાં આવ્યો છે.
અત્રે એ યાદ રહે કે બોટાદ એસપી તરીકે સી.એમ. સિકયોરિટીમાં લાંબો સમય ફરજ બજાવનાર ચિંતન તેરૈયા થોડો સમય પહેલા મુકાયા હતા, તેમાં ફેરફાર કરી તેમને બનાસકાંઠામાંથી અલગ થયેલ થરાદ જીલ્લામાં એસપી પદે મૂકવામાં આવ્યા છે.
ફરી સિનિયર લેવલે વાત કરીએ તો અમદાવાદ રેન્જ સહિત ઘણા વર્ષોથી જેનું મહેકમ મંજૂર થવા છતાં પોલીસ કમિશ્નરેટ અગમ્ય કારણોસર અમલ થયો નથી તેવી ગાંધીનગર પોલીસ કમિશનરની જગ્યા ખાલી રાખવામાં આવી છે, જામનગર, ભાવનગર પણ પોલીસ કમિશ્નરેટ બનાવવાની ચર્ચા સાથે નવી પોલીસ રેન્જની જાહેરાતની વાતો વહેતી કરી સિનિયર અધિકારીઓ હવે ઉદ્ધાર થશે તેવા આશ્વાસનમાં રહે તેવો હેતુ હોવાનું જાણકારો માની રહ્યા છે.
ગુજરાતની જેલના વડા તરીકે ૫ વર્ષથી વધુ સમય થયા ફરજ બજાવતા સિનિયર ips કે જેઓ દ્વારા ગુજરાતની જેલોમાં ક્રાન્તિકારી કદમ ઉઠાવી, શિસ્ત સાથે રોજગારીની અદ્વુત તક, હીરા ઉદ્યોગ, બ્રાન્ડેડ સુટકેશ પ્લાન્ટ, કાપડ ઉદ્યોગ, કેદીઓને આત્મ નિર્ભર, જાણીતા શિક્ષણવિદ ડીન ડો.ઇન્દુ રાવના સહયોગથી વિવિધ ડિગ્રી કોર્ષ, બોર્ડ પરીક્ષા અદભુત રિઝલ્ટ લાવનાર ડો. કે એલ. રાવની કસોટી અંતે પૂર્ણ થયેલ છે, તેમને CID વડા બનાવાયા છે, ips અધિકારીઓ મજાકમાં કહે છે કે, હવે અન્યો IPS અધિકારીઓએ તેમના જેમ ધીરજ રાખવી, ભવિષ્યમાં સારું થશે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
