<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ખોરાક ઔષધ નિયમન તંત્રે 4.80 લાખની કિંમતનો 1198 કિ.ગ્રા ખોરાકના જથ્થાનો નાશ કર્યો

સમગ્ર રાજ્યમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા

અમદાવાદ : નવરાત્રી અને દશેરાના તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી રૂ. 4.80 લાખથી વધુની કિંમતનો 1198 કિ.ગ્રા ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો.

(8:23 PM IST)