<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘મુકેશજી, મારા અને મારા જૂથ સામે ખોટો પ્રચાર બંધ કરો’: સુભાષ ચંદ્રાનો નમ્ર ભાષામાં પણ અત્યંત મક્કમ પડકાર : ૨૨ હજાર કરોડની ‘વ્યક્તિગત લોનમાફી’ના પ્રચાર સામે ચંદ્રા મેદાનેઃ અંબાણીના મીડિયા જૂથ પર નિશાન, રિલાયન્સે આક્ષેપો નકાર્યા: ૬.૫ કરોડના પુનઃચુકવણી પ્રસ્તાવથી દેશભરમાં ભારે ચર્ચા: ચંદ્રાનો દાવો—મેં રૂ. ૨૨ હજાર કરોડ વ્યક્તિગત ઉછીના લીધા જ નથી; મૂળ ઋણગ્રાહકો પાસેથી વસૂલાત કરવાના રસ્તા યથાવત:સુભાષ ચંદ્રાએ કાલે ૩૧ ઓગસ્ટે સવારે ૯ વાગ્યાથી ઇન્સ્ટાગ્રામ ઉપર જીવંત સંવાદ કરીને લોકોના પ્રશ્નોના જવાબ આપવાની જાહેરાત કરી: લોકોને પોતાના (ચંદ્રા) વિશે અભિપ્રાય બાંધતા પહેલાં તેમની પાસેથી હકીકતો સાંભળવાની અપીલ કરી: આ સંવાદમાં મુકેશ અંબાણી સામે કરવામાં આવેલા આક્ષેપો, ૨૨ હજાર કરોડના દાવાની ગૂંચવણ, વ્યક્તિગત ગેરંટી તથા નાદારી પ્રક્રિયા અંગે ચંદ્રા વધુ ખુલાસા કરે તેના પર સમગ્ર કોર્પોરેટ જગતની બાજ નજર10:08 PM IST

કેન્સરનો વિશ્વવ્યાપી ખતરોઃ દર વર્ષે ૨.૦૬ કરોડ નવા કેસ: ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૩.૫ કરોડે પહોંચવાની ચેતવણી : દરરોજ વિશ્વમાં ૨૬ હજારથી વધુ લોકોના કેન્સરથી મોતઃ પાંચમાંથી એક વ્યક્તિને જીવનકાળમાં કેન્સર થવાની સંભાવના : વિશ્વ આરોગ્ય સંસ્થાનો ૨૮૦ પાનાનો અત્યંત મહત્વનો વૈશ્વિક અહેવાલ ફરી ચર્ચામાં: યુટ્યુબ પર ફરતો ‘કેન્સર વેક-અપ કોલ’ વિડિયો સત્તાવાર સંસ્થાનો નહીં પરંતુ અહેવાલ આધારિત ચર્ચા: માત્ર દર્દી નહીં પરંતુ તેના પરિવાર અને નજીકના સ્વજનો ઉપર થતી અસરનો સમાવેશ કરવામાં આવે તો દુનિયાની આશરે ૯૨ ટકા વસ્તી જીવનના કોઈ ને કોઈ તબક્કે કેન્સરથી સીધી અથવા પરોક્ષ રીતે પ્રભાવિત થઈ શકે છે ભારત માટે જુલાઈ ૨૦૨૬માં જાહેર કરાયેલા નવા વૈશ્વિક કેન્સર અંદાજોમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન આશરે ૧૫.૬ લાખ નવા કેન્સર કેસ અને લગભગ ૯,૦૧,૮૨૮ મૃત્યુનો અંદાજ આપવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેન્સર નિદાન થયેલા અને જીવિત રહેલા લોકોની સંખ્યા આશરે ૩૩.૨ લાખ દર્શાવવામાં આવી છે. સ્તન કેન્સર આશરે ૧૫.૨ ટકા સાથે પ્રથમ, હોઠ અને મોઢાનું કેન્સર ૧૩.૨ ટકા સાથે બીજા, ફેફસાનું કેન્સર ૭.૨ ટકા, મોટા આંતરડાનું ૫.૩ ટકા અને ગર્ભાશયના મુખનું કેન્સર લગભગ ૫.૧ ટકા હિસ્સો ધરાવે છે10:23 AM IST

‘મન કી બાત- રાજસ્થાની સમાજ કે સાથ‘: ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. સતીશ પુનિયાજીએ અમદાવાદના શાહીબાગ ખાતે રાજસ્થાની સમાજના નાગરિકો સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો : ‘મન કી બાત- કાર્યકર્તાઓ કે સાથ‘: ઘાટલોડીયા વિધાનસભાના બૂથ નં. ૧૭૨ ખાતે ભાજપા કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમનું શ્રવણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:‘મન કી બાત- યુવાઓ કે સાથ‘: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે યુવાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો:‘મન કી બાત- ચાર્ટડ એકાઉન્ટન્ટસ કે સાથ‘: સુરત ખાતે સી.એ.- સી. એસ. સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ:‘મન કી બાત‘- યુવા કિસાનો કે સાથ‘: સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામે યુવા કિસાનોની સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ સાંભળતા ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી5:07 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST