ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
અમદાવાદના દરેક નાકે ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી લાઈનો લાગી
આ દિવસે રાવણ દહન (રાવણના પૂતળાનું દહન) કરવાની પરંપરા છે, જે અનિષ્ટ પર ન્યાયની જીત દર્શાવે છે

અમદાવાદ : આજે દશેરાનો તહેવાર છે. દશેરા આવે અને અમદાવાદીઓ ફાફડા-જલેબી માટે લાઈનો ન લગાવે તેવું બને નહીં. શહેરના દરેક નાકે ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી લાઈનો લાગી હતી. વહેલી સવારથી જ અમદાવાદીઓ ઉત્સાહથી નીકળી પડ્યા હતા. પરેશભાઈ કહે છે કે પોતાના પરિવાર સાથે દશેરાની ઉજવણી કરી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસના ગરબાની મજા પછી, આજે તેમનું ધ્યાન ફાફડા-જલેબી પર હતું.
વિજયા દશમી ભગવાન રામના રાવણ પર વિજયની યાદમાં ઉજવાય છે. રામાયણ અનુસાર, ભગવાન રામે દશમા દિવસે રાક્ષસ રાજા રાવણનો વધ કર્યો હતો, જે અધર્મ અને અહંકારનું પ્રતીક હતો. આથી, આ દિવસે રાવણ દહન (રાવણના પૂતળાનું દહન) કરવાની પરંપરા છે, જે અનિષ્ટ પર ન્યાયની જીત દર્શાવે છે.
બીજી માન્યતા અનુસાર, વિજયા દશમી એ દિવસ છે જ્યારે માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા થાય છે, અને દશમા દિવસે તેમની વિજયની ઉજવણી થાય છે.
આ દિવસે શસ્ત્રો અને સાધનોની પૂજા કરવાની પરંપરા છે, જે શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
ભારતના ઘણા ભાગોમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓ બનાવીને તેમનું દહન કરવામાં આવે છે. આ ઉત્સવ ખાસ કરીને ઉત્તર ભારતમાં લોકપ્રિય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
