News of Thursday, 2nd October 2025
સુરત માઇનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે કાદરભાઈ

સાવરકુંડલા, તા.૨: સુરત શહેર કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પીઢ કોંગ્રેસી કાદરભાઈ સેલોતની વરણી કરવામાં આવતા ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને સાંસદ ઇમરાન પ્રતાપગઢી સૂચનાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીની ભલામણથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ચેરમેન વજીરખાન પઠાણ દ્વારા કાદરભાઈ સેલોતની વરણી કરવામાં આવતા.
આ વરણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદીર બાપુ પીરઝાદા. ઈરફાનબાપુ પીરઝાદા નાસિરખાન પઠાણ વિગેરે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતા. (રર.૧૦)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
