<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ગુજરાતના જીવલેણ ખાડાઃ એક જ વર્ષમાં ૬૦ લોકોએ જીવ ગુમાવ્‍યા

ખાડામાં પડવાથી સૌથી વધુ મોતમાં ગુજરાત દેશમાં ૫માં ક્રમે વાહન પરથી પડી જવાની ૩૬૦ ઘટનામાં ૩૬૨ લોકોનાં મોત

અમદાવાદ તા.૨: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં દર વર્ષે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્‍ય જોવા મળે છે. ગુજરાતમાં ખાડામાં પડી જવાના કારો વર્ષ ૨૦૨૩માં  લોકોએ જીવ ગુમાવ્‍યા છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્‍યુરો (એનસીઆરબી)ના વેટેસ્‍ટ રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. ખાડામાં પડી જવાથી સૌથી વધુ મોત મામલે ગુજરાત દેશમાં પાંચમા નંબરે આવે છે. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે ખાડામાં પડી જવાના કારણે સૌથી વધુ તામિલનાડુમાં ૧૫૯, રાજસ્‍થાનમાં ૧૧૮, મહારાષ્ટ્રમાં મધ્‍યપ્રદેશમાં ૮૭ અને ગુજરાતમાં ૨૦ લોકોનાં મોત નોંધાયા છે. દેશભરમાં ખાડામાં પડી જવાના કારયો એક વર્ષમાં કુલ ૭૨૮ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. રિપોર્ટ પ્રમાદી ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ૪૮-૪૮ લોકોનાં મૃત્‍યુ થયાં છે.

બીજી તરફ વાહન પરથી પડી જવાના ગુજરાતમાં ૩૨૦ બનાવ બન્‍યા છે, આ ઘટનાઓમાં કુલ ૩૯૨ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્‍યો છે, જે ૩.૨ વ્‍યક્‍તિના મોત નોંધાયા છે તેમાં ૩૦૪ પુરુષ અને ૫૮ મહિલાઓનો સમાવેશ થાય છે. એક ટ્રાન્‍સજેન્‍ડરને ઈન્નપહોંચી હતી જ્‍યારે ઊંચાઈએથી પડવાના ૯૫૮ બનાવો એક વર્ષમાં નોંધાયા છે, જેમાં ૯૯૩ લોકોએ જીવ ગુમાવ્‍યા છે, ૯૯૩માંથી ૮૩૪ પુરુષ અને ૧૨૯ મહિલાઓનાં સમાવેશ થાય છે.

ઉલ્‍લેખનીય છે કે, થોડાક સમય પહેલાં અમદાવાદના દના ઓઢવ વિસ્‍તારમાં ખાડામાં પડેલા એક આપેડનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી, જેને પગલે ગુજરાત રાજ્‍ય માનવ અધિકાર પંચે અમઠાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને સમન્‍સ ઈશ્વ કર્યું હતું અને અધિકારીને હાજર રહેવા માટે તાકીદ કરી હતી. ખાડાઓના કારણે કમર દર્દથી પીડાતાં કઠીઓની સંખ્‍યા પણ વધી હોવાનું સામે આવ્‍યું છે. અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં ઓર્થોપેડિક ઓપીડીમાં ૨૦ ટકા જેટલા કેસ વધ્‍યા હોવાનું થોડાક સમય પહેલાં જ સામે આવ્‍યું હતું.

(3:49 PM IST)