News of Thursday, 2nd October 2025
મોડાસા-મેઘરજમાં આવકવેરાના દરોડા સતત ત્રીજા દિવસે ચાલુ
બીલ્ડર્સ તેમજ વેપારીને ત્યાં સર્ચની કાર્યવાહી પૂર્ણ

રાજકોટ, તા.૨: અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજમાં આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ત્રીજા દિવસે પણ ચાલુ છે.
જયારે કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી પૂર્ણ થઇ છે.
અરવલ્લી જિલ્લામાં મોડાસા મેઘરજ સહિતના સ્થળોએ બીલ્ડર્સ, વેપારીઓ અને તબીબોના રહેણાંક અને ઓફીસ ઉપર આવકવેરા વિભાગે બે દિવસ પહેલા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે હજુ સુધી દરોડાની કોઇ સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
આવકવેરા વિભાગના દરોડા દરમિયાન ઇડીની પણ એન્ટ્રી થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
