કપરાડામાં આભ ફાટયું: ૧૬ ઇંચ,નાનાપોંઢા ૧૧-ચીખલી ૧૦ ઇંચ : ગુજરાતમાં એક સાથે ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા ભારેથી અતી ભારે વરસાદ : પારડી અને વાંસદા ૯.૫ ઇંચ, વલસાડ ૮ ઇંચ, વાપી ૭ ઇંચ અતી ભારે વરસાદ... : વાપીમાં એક જુની બિલ્ડિંગનો આગળનો ભાગ તૂટી પડયોઃ વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાઃ વાપીમાં રેલ્વે અંડરપાસ પાણીમાં ગરકાવઃ દમણમાં ભારે વરસાદથી નમો એરપોર્ટ પર ફલાઇટનું લેન્ડિંગ અટવાયું: ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૩ ફુટને પારઃ મધુવન ડેમના ૮ દરવાજા ખોલાયાઃ ઉદવાડા પાસે રેલ્વે ટ્રેક ની માટી ઘસી જતા રેલવ્યહાર ખોરવાયો 10:29 AM IST
ઇરાન યુધ્ધ ટ્રમ્પને માથે પડયું: ૩ લાખ કરોડ સ્વાહા : ઇરાનની તાકાત સમજવામાં ટ્રમ્પ ભુલ ખાઇ ગયાઃ યુધ્ધ ભારે પડી રહ્યું છેઃ ફેબ્રુઆરીથી લડી રહ્યાં છે : અમેરિકી પ્રજાની પરસેવાની કમાણી ટ્રમ્પ યુધ્ધમાં વેડફી રહ્યાં છેઃ હજુ સુધી કંઇ ‘‘લાડવો'' નથી મળ્યોઃ ૩.૩૮ લાખ કરોડ ફુંકી માર્યાઃ હજુ ૯૦ અબજ ડોલર જોઇએ છે10:30 AM IST
કોકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટ વચ્ચે જેપી નડ્ડાની પ્રેસ કોન્ફરન્સ - 'કર્નાટકથી તમિલનાડુ-તેલંગાણા સુધી કોંગ્રેસ અને UPA શાસિત રાજ્યોમાં પણ પેપર લીક થયા' : જેપી નડ્ડાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન : CJP પ્રતિનિધિઓ સાથે મુલાકાત અને સોનમ વાંગચુક અંગે આપ્યું નિવેદન : જુઓ વિડીયો : પેપર લીક ગંભીર સમસ્યા અને તપાસનો વિષય, સરકાર સંસદમાં ૧૨ થી ૧૮ કલાક સુધી ચર્ચા કરવા તૈયાર : વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર રાજકારણ રમીને લાભ ન ખાટવા વિપક્ષને આપી સલાહ9:59 PM IST
વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ છોડી દીધું. જાણો કેમ. : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા પ્રધાને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધું: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ચાલતી માંગણીઓ વચ્ચે, તેમની પુત્રીને ઓનલાઇન નોંધપાત્ર ટીકાનો સામનો કરવો પડ્યો 12:42 AM IST
૧૯૯૭માં, પેપર લીકનો વિરોધ કરવા બદલ તેમણે પોતે લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો : ૨૯ વર્ષ પછી, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન NEET વિવાદમાં ફસાયા : શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પોતે હવે પેપર લીકના મુદ્દામાં ફસાયા : કોકરોચ જનતા પાર્ટી છેલ્લા મહિનાથી જંતર-મંતર પર તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે. દરમિયાન, વિપક્ષે પણ તક ઝડપી લીધી 12:40 AM IST
રામ મંદિર ટ્રસ્ટની ધાર્મિક સમિતિનું પુનર્ગઠન::ગોવિંદ દેવ ગિરિ તેના અધ્યક્ષ : સાત સભ્યોની સમિતિમાં અયોધ્યાના પાંચ સંતો : ગોવિંદ દેવ ગિરિ રામ મંદિર ટ્રસ્ટની ધાર્મિક સમિતિના અધ્યક્ષ રહેશે. તેઓ હાલમાં ટ્રસ્ટના ખજાનચી તરીકે પણ કાર્યરત : બેઠકમાં ટ્રસ્ટમાં ખાલી જગ્યાઓ ભરવા અને સીઈઓની નિમણૂક કરવા અંગે પણ ચર્ચા .12:37 AM IST
મારી પત્ની અને તેનો પ્રેમી મને મારી નાખશે; ડરી ગયેલા પતિએ પોતાનો જીવ બચાવવા ગુહાર લગાવી : મેરઠમાં એક વ્યક્તિએ તેની પત્ની અને તેના પ્રેમી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો:વ્યક્તિએ જણાવ્યું હતું કે તેની પત્ની મુસ્કાન, રવિતા અને દામિની જેવો ગુનો કરવાની ધમકી આપી રહી છે. પોલીસે બંને પક્ષોને તપાસ માટે સમન્સ પાઠવ્યા11:18 PM IST
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થનમાં મુકી ત્રણ મુખ્ય માંગણીઓ : NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરી માંગ : જુઓ વિડિયો : છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ પેપર લીક થયા પણ એક પણ સજા કે દોષસિદ્ધિ થઈ નથી - દેશની શિક્ષણ વ્યવસ્થા તબાહ થઈ ચૂકી હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ : પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માફી માંગે10:03 PM IST
દિલ્હીના જંતર મંતર પર સી.જે.પી.નું વિરોધ પ્રદર્શન ચાલુ : પ્રદર્શનકારીઓ સામે એફ.આઈ.આર. નોંધાવા નહીં દેવાની ચીમકી સાથે હજ્જારો લોકો દિલ્હી પહોંચવાની સી.જે.પી. નેતા અભિજીત દીપકે આપી ચેતવણી : હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુકની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને ડો. જીતેન્દ્ર સિંહે સંસદમાં ચર્ચાની ખાતરી આપી : દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સી.આર.પી.એફ.ની ૨૦ ટુકડીઓ તૈનાત : સુરક્ષા કારણોસર ૧૬ મેટ્રો સ્ટેશનો બંધ કરાયા12:12 PM IST
મનીલામાં ASEAN સમિટ વચ્ચે મોટા વૈશ્વિક સમાચાર: રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિઓ વચ્ચે યોજાશે મહત્વપૂર્ણ બેઠક! : એન્કોરેજ સમિટના પ્રસ્તાવ પર ચર્ચાની આશા; હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને ઈરાન-રશિયા-ચીન સંબંધી યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથના નિવેદનથી રાજકારણ ગરમાયું9:18 PM IST
પશ્ચિમ બંગાળ વિધાનસભા ગૃહમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો રાજકીય ડ્રામા: ભારે ધાંધલ-ધમાલ અને ધક્કામુક્કીની અભૂતપૂર્વ ઘટના બાદ ટીએમસી નેતા કુણાલ ઘોષને માર્શલ્સ દ્વારા બળપૂર્વક ગૃહની બહાર ફેંકી દેવાયા : સત્તાધારી પક્ષના જ બે જૂથો સામસામે આવી જતાં તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી સપાટી પર આવી; સ્પીકરના આદેશ છતાં શાંત ન થતાં આખરે સુરક્ષાકર્મીઓનો આશરો લેવો પડ્યો હોવાથી મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો8:59 PM IST
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગ દુર્ઘટનામાં વધુ ૮ કમનસીબ શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા: કુદરતનો પ્રકોપ અને પ્રતિકૂળ હવામાન બચાવ કામગીરીમાં નડતરરૂપ બન્યા : અત્યંત ગંભીર વળાંક લેતી ટનલ હોનારતમાં વહીવટીતંત્ર એક્શન મોડમાં: મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સમગ્ર મામલાની તટસ્થ તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની કરી જાહેરાત8:58 PM IST
લદ્દાખના અધિકારો અને વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે દિલ્હીમાં જંગ: સોનમ વાંગચુકે અનશન સમેટવા કેન્દ્ર સરકાર સામે મૂકી ત્રણ આકરી શરતો : કેન્દ્રીય મંત્રીઓને પત્ર લખી વાંગચુકે આંદોલનકારી યુવાનો સામે દંડાત્મક પગલાં ન લેવાની અને વાર્તાલાપ ફરી શરૂ કરવાની કરી માંગ, લદ્દાખને બંધારણીય સુરક્ષા આપવા અંગે નક્કર ખાતરી આપવા રજૂઆત8:56 PM IST
બ્રહ્માંડમાં 'રોમિયો-જુલિયટ' જેવી જોડીની શોધ: બિગ બેંગ પછી પ્રથમ વાર એકસાથે વિસ્ફોટ પામેલા જોડિયા તારાઓનો સીધો પુરાવો મળ્યો! : 'જેલીફિશ નિહારિકા' પાસે છુપાયેલા સુપરનોવાના અવશેષોમાંથી ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડનું મોટું રહસ્ય ઉકેલ્યું; ૧૬ વર્ષના ડેટા એનાલિસિસ બાદ 'નેચર' જર્નલમાં ધમાકેદાર ખુલાસો8:19 PM IST
UAEમાં રહેતા લાખો ભારતીયો માટે સૌથી મોટા રાહતના સમાચાર: પાસપોર્ટ, વિઝા અને દસ્તાવેજ ચકાસણી સેવાઓ પુનઃ શરૂ : સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ સમગ્ર સંયુક્ત આરબ અમીરાતમાં ૧૬ નવા કોન્સ્યુલર કેન્દ્રો ધમધમતા થયા: 'અલ હિંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' દ્વારા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ આધારિત સેવાઓનો પ્રારંભ7:52 PM IST
JPSC મુખ્ય પરીક્ષા સહિત ૮ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુલતવી: CIDના દરોડા બાદ ચેરમેનનું રાજીનામું : અગ્રણી અધિકારીઓની ધરપકડ : ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનમાં મોટા કૌભાંડનો પર્દાફાશ: ભૂતપૂર્વ પરીક્ષા નિયંત્રક સહિત ૫ લોકોની ધરપકડ બાદ ૨૫ જુલાઈથી યોજાનારી સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષા અનિશ્ચિત મુદત માટે સ્થગિત : લાખો ઉમેદવારો અદ્ધરતાલ7:50 PM IST
ભારતીય જુડોને એક્સિસ બેંક અને IIS નો મોટો બૂસ્ટર ડોઝ: ૫૦૦થી વધુ એથ્લેટ્સને સપોર્ટ, ૪ મહિલા જુડોકા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માટે ક્વોલિફાય! : ગ્લાસગો ૨૦૨૬માં ભારતનો ડંકો વાગશે: મણિપુરના પાયાના સ્તરથી લઈને વિદેશી ટ્રેનિંગ કેમ્પ સુધી, ૫૦૦+ એથ્લેટ્સ અને ૧૪૦થી વધુ મેડલ્સ સાથે ભારતીય જુડોમાં નવો અધ્યાય6:53 PM IST
ઇન્ટરનેટ અને સિમ નેટવર્ક બંધ છતાં મોકલી શકાય છે મેસેજ! જાણો વિરોધ પ્રદર્શનમાં ચર્ચામાં આવેલી 'બ્લૂટૂથ મેશ ટેકનોલોજી' કેવી રીતે કરે છે કામ : દિલ્હી પોલીસ તપાસ મોડમાં: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ઑફલાઇન મેસેજિંગ એપ્સના ઉપયોગની શંકા, ટાવર કે સર્વર વિના એક ફોનથી બીજા ફોનમાં સીધો પહોંચે છે મેસેજ6:38 PM IST
મધ્યપ્રદેશનો ભોજશાળા વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: નમાઝ માટે વૈકલ્પિક જગ્યા મુદ્દે મુસ્લિમ પક્ષની અરજી, શુક્રવારે થશે મહત્વની સુનાવણી : "આદેશનું અક્ષરશઃ પાલન થવું જોઈએ": વહીવટીતંત્રે ૨ કિમી દૂર જગ્યા આપી હોવાનો મુસ્લિમ પક્ષનો આરોપ, સોલિસિટર જનરલે કહ્યું- અંતર માત્ર ૯૦૦ મીટર, જાતે તપાસ કરશે6:01 PM IST
શિક્ષણ ક્ષેત્રે ભારતનો ડંકો: QS રેન્કિંગમાં દિલ્હી વિશ્વનું સૌથી સસ્તું સ્ટુડન્ટ સિટી બન્યું : મુંબઈ દેશમાં પ્રથમ : વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની તકોનું નવું કેન્દ્ર બનતું ભારત: સિઓલ ગ્લોબલ રેન્કિંગમાં મોખરે રહ્યું : જ્યારે મુંબઈ અને દિલ્હીએ છલાંગ લગાવીને વૈશ્વિક ટોપ-૧૦૦માં સ્થાન બનાવ્યું5:52 PM IST
વિપક્ષી દળો માત્ર જૂઠાણા અને ભ્રામક પ્રચારોના સહારે જ રાજકારણમાં ટકી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા સત્ય અને રાષ્ટ્રવાદના પક્ષમાં અડીખમ ઊભી છે: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ : વિકાસ કાર્યો અને જનકલ્યાણની નીતિઓથી ડરી ગયેલો વિપક્ષ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે નિતનવા કાવતરાં ઘડી રહ્યો છે પરંતુ દેશની જનતા સદાય સત્યની સાથે છે તેવો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો સણસણતો પ્રહાર5:48 PM IST
યુએસ ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા ઘટીને ૯૬.૩૬ની નીચી સપાટીએ પહોંચ્યો : ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને પગલે વિદેશી હૂંડિયામણ બજારમાં ભારતીય ચલણ પર દબાણ વધ્યું : લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાં સુરક્ષા ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ૧.૧૮ ટકા વધીને ૯૨.૦૮ ડોલરે પહોંચ્યું : પ્રારંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો : આરબીઆઈ દ્વારા હસ્તક્ષેપ અને પરિસ્થિતિ પર નજર10:15 AM IST
ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ: મહિલા લોકપ્રતિનિધિઓ પ્રત્યે સંસદ ભવનમાં જ ગરિમાહીન અને અભદ્ર ભાષાના પ્રયોગ બદલ સ્પીકર દ્વારા લેવાયું કડક પગલું : ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ પક્ષપલટો કરીને નવી પાર્ટી બનાવનારા પૂર્વ સાથીદારો સાથે સર્જાયેલી ઉગ્ર બોલાચાલીમાં વિવાદિત ટિપ્પણી કરતા બગડેલી સ્થિતિ: સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કરેલો પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થતાં જ તુરંત ગૃહ પરિસર છોડી જવા કરાયો આદેશ5:50 PM IST
યુવાઓના ભવિષ્ય સાથે થતા ખીલવાડ સામે વિપક્ષી નેતાનો મોરચો: પેપર લીકને દેશની શૈક્ષણિક કરોડરજ્જુ તોડવાનું વ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું : રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં સર્જાયેલી નાણાકીય અનિયમિતતાઓ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ મુદ્દે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા5:49 PM IST
મિડલ ઈસ્ટમાં સૈન્ય મોરચે આર્થિક બોજ વધતા પેન્ટાગોને વધારાના નાણાં મેળવવા કવાયત શરૂ કરી: અત્યાર સુધીમાં અંદાજ કરતા ૮ અબજ ડોલર વધુ ખર્ચાયા હોવાનો ખુલાસો : ઈરાન સામેના સૈન્ય સંઘર્ષમાં અમેરિકાએ ૩૭.૫ અબજ ડોલર સ્વાહા કર્યા બાદ સંરક્ષણ મંત્રાલયે ઈમરજન્સી ખર્ચ માટે કોંગ્રેસ પાસે વધુ ૮૭ અબજ ડોલરના અધધ ભંડોળની તાકીદે માગ કરી5:49 PM IST
દેશભરની નીચલી અદાલતોના ન્યાયાધીશોની નિવૃત્તિ વય મર્યાદા વધારવા સંદર્ભે દેશની સર્વોચ્ચ અદાલતનો અત્યંત મહત્વપૂર્ણ આદેશ: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રક્રિયા હાથ ધરવા કરાઈ તાકીદ : જિલ્લા ન્યાયતંત્રના જજોની વયમર્યાદા ૬૦ વર્ષથી વધારીને ૬૧ વર્ષ કરવા પર વિચારણા કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ; સમગ્ર દેશમાં નિવૃત્તિ વય સમાન ધોરણે ૬૨ વર્ષ કરવાની માંગ સાથે દાખલ થયેલી અરજી પર ચીફ જસ્ટિસની બેંચ દ્વારા લેવાયો મોટો નિર્ણય5:48 PM IST
૧૬ વર્ષની કાનૂની જંગ બાદ લલિત મોદીની ભારતમાં ઘરવાપસી: ED કેસમાં મોટી રાહત મળતાં કરી જાહેરાત : SAFEMA એપેલેટ ટ્રિબ્યુનલે ૨૦૦૯ના આઈપીએલ દક્ષિણ આફ્રિકા FEMA કેસમાં મોટાભાગના દંડ અને આરોપો ફગાવ્યા: સત્યની જીત ગણાવતા IPLના પૂર્વ ચેરમેને આ વર્ષના અંત સુધીમાં ભારત પરત ફરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર6:48 PM IST
જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમન મામલે ન્યાયતંત્ર કડક: દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પોલીસ પ્રશાસન પાસે જવાબ માંગ્યો : શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર બળપ્રયોગ અને લાઠીચાર્જ કરવાના ગંભીર આક્ષેપો અંગે અદાલતે લીધી ગંભીર નોંધ; આગામી સુનાવણી પૂર્વે વિગતવાર અહેવાલ રજૂ કરવા ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ કમિશનરને આદેશ5:48 PM IST
"બેટમેન પણ ન્યાય માંગે છે!": ગોથમ સિટી છોડીને NEET ના વિરોધ પ્રદર્શનમાં ઉતર્યો સુપરહીરો, ઇન્દોરથી વાયરલ થયો અનોખો વીડિયો : પેપર લીક અને પરીક્ષાની ગડબડ સામે દેશભરમાં રોષ: ઇન્દોરમાં બેટમેનના પોશાકમાં આવેલા પ્રદર્શનકારીએ લોકોનું ધ્યાન ખેંચ્યું, સોશિયલ મીડિયા પર યુઝર્સની રમુજી ટિપ્પણીઓનો પૂરો ફ્લડ5:41 PM IST
વૈશ્વિક મંચ પર ગાંધીવાદી મૂલ્યોનો ગુંજારવ: મેસેડોનિયાની ધરતી પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાનું ભવ્ય અનાવરણ : મ્યુઝિયમ ઓફ ધ સિટી ઓફ સ્કોપિયે ખાતે આયોજિત ગૌરવશાળી સમારોહમાં મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોરદાના સિલિજાનવસ્કા-દાવકોવા પણ રહ્યા ઉપસ્થિત; સત્ય, અહિંસા અને શાંતિના સંદેશ સાથે ભારત-મેસેડોનિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બન્યા4:56 PM IST
ઊર્જા ક્ષેત્રે અદાણી પાવરનો દબદબો: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના ચોખ્ખા નફામાં 47 ટકાનો તોતિંગ વધારો, નેટ પ્રોફિટ ₹4,867 કરોડને પાર : વીજળીની રેકોર્ડબ્રેક માંગ વચ્ચે કંપનીની કુલ આવક પણ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી; મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સ અને પાવર પ્લાન્ટ્સની ક્ષમતામાં સતત સુધારાને કારણે નફાકારકતામાં જંગી ઉછાળો નોંધાયો4:53 PM IST
સંસદના ચોમાસુ સત્રમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિપક્ષનો પ્રચંડ હોબાળો: રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરી : પરીક્ષામાં કથિત કૌભાંડ અને પેપર લીક મુદ્દે ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા, હંગામાને પગલે રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી4:53 PM IST
"દેશનું શિક્ષણ ફેલ, એટલે મંત્રીની દીકરી પણ વિદેશ ગઈ?": શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા સોશિયલ મીડિયા પર ઉગ્ર ટ્રોલ : વિરોધના વંટોળ વચ્ચે નૈમિષા પ્રધાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું: વિપક્ષના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાજકારણમાં પરિવારને ઢસડવા અંગે સોશિયલ મીડિયામાં પણ બે ફાટા4:26 PM IST
ઈન્ડો-પેસિફિકમાં ચીનની દાદાગીરી સામે ક્વાડનું મજબૂત વલણ: મનીલામાં ચાર દેશોના વિદેશ મંત્રીઓએ 'મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક'ના સંકલ્પને દોહરાવ્યો : આસિયાન (ASEAN) દેશોની એકતા અને કેન્દ્રીય ભૂમિકાને પૂર્ણ સમર્થન: ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું - શાંતિ અને સ્થિરતા જ પ્રદેશની સમૃદ્ધિનો આધાર4:00 PM IST
દેશમાં વધતા જતા આર્થિક અનાચાર અને નૈતિક પતન સામે ન્યાયતંત્રનો સૌથી આકરો પ્રહાર: ભ્રષ્ટાચારના ગંભીર કેસોમાં હવે ફાંસીની સજા આપવા અંગે સંસદે કાયદો ઘડવો જોઈએ તેવી હાઈકોર્ટની ભલામણ : અયોધ્યાના ભવ્ય રામ મંદિરના પવિત્ર દાનમાં ચોરીની ઘટનાથી સ્તબ્ધ બનેલી અદાલતે સમાજના ગબડતા જતા ઈમાનદારીના સ્તર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી ગંભીર ચિંતા દર્શાવી3:41 PM IST
મદ્રાસ હાઈકોર્ટે યુવતીઓને અપીલ કરીઃ પ્રેમમાં ઈમોશન થઈને પોતાના ફોટો કે વીડિયો કોઈ સાથે શેર કરવા નહીં : પ્રેમમાં ઈમોશનલ થઈને આ ભુલો કરવાનું ટાળજો : પ્રેમ સંબંધમાં બધું બરાબર હોય ત્યારે શેર કરેલી અંગત તસવીરો અને વીડિયો આગળ જતા મુશ્કેલીમાં મુકી શકે છે. પ્રેમમાં પડો તો પણ સમજદારીથી કામ લેવું અને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ભૂલો ન કરવી3:25 PM IST
HIV પોઝિટિવ વ્યક્તિએ બહાર પાડી લગ્ન માટે જાહેરખબર, બમ્પર રિસ્પોન્સ મળ્યો : HIV પોઝિટિવ હોવાની વાત છુપાવવાને બદલે રાહુલ ખંગવાલે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રામાણિકતાથી પોતાની સ્થિતિ જાહેર કરી : પ્રેમ અને સમજણની અપેક્ષા સાથે આપેલી આ જાહેરાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને અનેક મહિલાઓ તેમજ લોકોએ તેની હિંમત અને ઈમાનદારીના વખાણ કર્યા3:20 PM IST
દેશના વિકાસના પાયામાં યુવા શક્તિ: કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા દેશના યુવાધનનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવાની હોવાનો શાસક પક્ષનો દાવો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે 'યુવા સંચાલિત વિકાસ'ના મંત્ર સાથે આગળ વધી રહી હોવાનું નવી દિલ્હી ખાતે સાંસદ બાંસુરી સ્વરાજે પત્રકાર પરિષદમાં જણાવ્યું2:21 PM IST
કુદરતનો પ્રકોપ: દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્જાઈ મોટી તબાહી, ઉત્તરથી પૂર્વોત્તર ભારત સુધી જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત : આસામમાં પૂરના કારણે વધુ ૨૧ ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૧ પર પહોંચ્યો, લાખો લોકો બેઘર; હિમાચલમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનથી હાઈવે બંધ થતા સેના, NDRF અને SDRF ની ટુકડીઓ બચાવ કાર્યમાં જોડાઈ2:08 PM IST
હોલીવુડમાં કચ્છની "અજરક" કલા ચમકી તો પાકિસ્તાને દાવો ઠપકાર્યો :ક્રિસ્ટોફર નોલાનની ટાઈથી શ્રેય લેવા કૂદાકૂદ કરી : ક્રિસ્ટોફર નોલાને "ધ ઓડિસી" ના ન્યૂયોર્ક પ્રીમિયરમાં ભારતીય ડિઝાઇનર અહાન ટંડન દ્વારા બનાવેલ અજરક સિલ્ક ટાઈ પહેરી:કચ્છની કલાને વૈશ્વિક સ્તરે માન્યતા મળ્યા બાદ, પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે અજરકનો દાવો કર્યો.1:55 PM IST
નીટ પરીક્ષાના પેપર લીક મામલે ચોમેરથી ઘેરાયેલી સરકાર એક્શન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહના નિવાસે તાકીદની હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ, જે.પી. નડ્ડા અને નીતિન નવીનની હાજરી વચ્ચે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ દોડી આવ્યા : સીજેપી અને કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને શિક્ષણમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ કરાતા જ કેન્દ્ર સરકારે ડેમેજ કંટ્રોલ માટે કવાયત આદરી: દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો1:53 PM IST
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બપોરના સુમારે પોલીસ ટુકડી પર આતંકીઓનો કાયરતાપૂર્ણ અંધાધૂંધ ગોળીબાર: લાલ ચોક વિસ્તારમાં ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા શહીદ, સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ : લશ્કર-એ-તૈયબાના સમર્થનથી સક્રિય પ્રતિબંધિત આતંકી સંગઠન 'ટીઆરએફ' (TRF) ના ફાલ્કન સ્ક્વોડે હુમલાની જવાબદારી સ્વીકારી; કલમ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનની મદદથી ઉભા કરાયેલા આ સંગઠન સામે સેનાની ભીંસ વધતા નાપાક હરકત1:51 PM IST
સંસદથી સડક સુધી હલ્લાબોલહવે ભાજપ દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયો ઘેરશેઃ NEET પેપર લીક પર મહાસંગ્રામ : શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદ ઠપ્પ, તો બીજી બાજુ સુરક્ષા ભંગના આરોપ સાથે ભાજપનો રાષ્ટ્રવ્યાપી વિરોધનો પલટવાર રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની અટકાયત અને મુક્તિ બાદ રાજકીય ગરમાવોઃ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનને વિપક્ષના દિગ્ગજ નેતાઓનું સમર્થન11:25 AM IST
ચાંદીપુરા વાયરસના સેમ્પલ ટેસ્ટિંગમાં ભયંકર છબરડો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ: એક જ દર્દીના અલગ-અલગ લેબોરેટરીમાં વિરોધાભાસી પરિણામો આવતા સરકાર એક્શન મોડમાં : ગાંધીનગરની મુખ્ય સરકારી લેબમાં પોઝિટિવ આવેલો રિપોર્ટ ભાવનગરની પ્રાદેશિક પ્રયોગશાળામાં નેગેટિવ જાહેર થતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ, મેડિકલ બેદરકારી કે ટેકનિકલ ખામીની આશંકા વચ્ચે આરોગ્ય સચિવ દ્વારા તાકીદે હાઈ-લેવલ કમિટીની રચના12:15 PM IST
પાકિસ્તાની આકાઓના ઇશારે ગુજરાતને ધમરોળવાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ: સુરક્ષા એજન્સીઓના જોઈન્ટ ઓપરેશનમાં પ્રતિબંધિત સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’નું મોડ્યુલ ધ્વસ્ત : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્ય પ્રદેશમાં મિડનાઇટ દરોડા પાડીને પાક. હેન્ડલર્સના સંપર્કમાં રહેલા સ્લીપર સેલના સક્રિય આતંકીઓની ધરપકડ, મોટો લોહીયાળ ખેલ ખેલાય તે પૂર્વે જહાદી સાહિત્યનો જથ્થો જપ્ત12:16 PM IST
આસામમાં ભયંકર પુરથી ભારે તબાહી : વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 31 થયો : રાજ્યમાં 16 જિલ્લાના 5,64 લાખથી વધુ લોકો પુરથી ઘેરાયેલા : જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો પૂરમાં ફસાયેલા :રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળના 872 ગામો પાણીમાં ગરકાવ:રાહત કામગીરી માટે 71 રિલીફ કેમ્પ અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત 1:05 PM IST
દેશની રાજધાનીમાં કાયદો-વ્યવસ્થા અને અમન-ચમન જાળવી રાખવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો એક્શન પ્લાન: કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ડામી દેવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો : કોલકાતાથી ૨,૦૦૦ જેટલા સશસ્ત્ર કમાન્ડોને તાબડતોબ એરલિફ્ટ કરીને દિલ્હી બોલાવાયા; ગુપ્તચર વિભાગના ઈનપુટ્સ અને સંભવિત વિરોધ પ્રદર્શનોને પગલે લેવાયેલો વ્યૂહાત્મક નિર્ણય12:39 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કિવની સડકો પર ફાટી નીકળેલા પ્રચંડ લોકઆક્રોશ સામે ઝેલેન્સ્કી સરકાર ઝૂકી: આર્મી ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કી પદભ્રષ્ટ, નવા સૈન્ય વડા તરીકે ૪૩ વર્ષીય મેજર જનરલ માઇખાઇલો ડ્રાપાતીની નિમણૂક : દેશમાં આધુનિક ટેકનોલોજી અને ડ્રોન યુદ્ધના પ્રણેતા મિખાઇલો ફેડોરોવને સંરક્ષણ મંત્રી પદેથી હટાવવા બદલ સતત છ દિવસ સુધી ચાલેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો બાદ યુક્રેનના રાષ્ટ્રપતિનો ઐતિહાસિક યૂ-ટર્ન, સોવિયેત શૈલીની સૈન્ય કમાન્ડ સંસ્કૃતિનો અંત લાવવા જનતાની માંગણી સ્વીકારાઈ12:16 PM IST
ભારત દ્વિપક્ષીય રીતે અને વ્યાપક ક્ષેત્રમાં તેની ભાગીદારી વધારવા માટે કટિબદ્ધ : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોર્થ મેસેડોનિયાની એસેમ્બલીને સંબોધિત કરી : આપણા સંસદસભ્યો વચ્ચેનો સંપર્ક સંસ્થાકીય વિશ્વાસનું નિર્માણ કરે છે જે રાજકીય ચક્રથી પર રહીને ટકી રહે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ : ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા તેમજ સંસદસભ્યો ડૉ. દિનેશ શર્મા,વિજય બઘેલ ઉપસ્થિત12:14 PM IST
દિલ્હીમાં પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થી આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને કડક કાર્યવાહી સામે તાકીદની સુનાવણી કરવાનો દેશની સર્વોચ્ચ અદાલતે સાફ ઈનકાર કર્યો : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત અને પોલીસ એક્શન મામલે તાત્કાલિક લિસ્ટિંગ કરવાની વકીલની માંગ પર ચીફ જસ્ટિસે લાલઆંખ કરીને કહ્યું, "અદાલતનો કિંમતી સમય બગાડશો નહીં અને તમારો સમય પણ ન વેડફો"11:48 AM IST
કતાર એરવેઝની આકરી ઝાટકણી : ૧૦ મહિનાના બાળકને ફ્લાઈટમાં રોકતા ૧૦ લાખનો દંડ : બોર્ડિંગ પાસ આપ્યા પછી પણ વિમાનમાં બેસવા ન દીધા, ગ્રાહક સુરક્ષા કોર્ટનો ૨૫ હજારનો ખર્ચ પણ ચૂકવવાનો આદેશ નવેમ્બર ૨૦૧૮ ની ઘટનામાં ૬ વર્ષના મોટા દીકરાને કોચ્ચિ અને ૧૦ મહિનાના નાના બાળકને દોહા એરપોર્ટ પર અટકાવ્યા હતા : ૪૫ દિવસમાં વળતર નહીં ચૂકવાય તો વાર્ષિક ૯ ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે, એરલાઇન્સનો નિર્ણય મનસ્વી અને ગેરવાજબી ગણાવાયો9:38 AM IST
સવારના મહત્વના સમાચારો9:36 AM IST
વિશ્વ અર્થતંત્ર માટે મોટી મુશ્કેલીના એંધાણ : હોર્મુઝ સ્ટ્રેટ બાદ હવે બાબ-અલ-મંડબ સ્ટ્રેટમાં નાકાબંધી થશે ? ક્રૂડના ભાવ ભડકે બળશે : યમનના હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ સામે સૌન્ય નાકાબંધીની જાહેરાત કરી:વ્યૂહાત્મક રીતે બાલ-અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલ-ગેસના જહાજોના પરિવહનને લઈ મોટો અવરોધ સર્જાઈ શકે11:57 PM IST
પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ હાલ પૂરતી મુલતવી: હરિયાણા સરકાર સાથે ૨ માંગણીઓ પર સહમતિ સાધવામાં આવી, શંભુ અને ખનૌરી સરહદ ફરી ખુલી! : યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલના વિરોધ વચ્ચે કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા સાથેની વાટાઘાટો સફળ: ૨૭ જુલાઈ સુધી શંભુ બોર્ડર પર કલમ ૧૬૩ લાગુ, કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ સાથે ટૂંક સમયમાં બેઠક યોજાશે9:05 PM IST
૬.૬ કરોડ વર્ષો પહેલા ડાયનોસોરનો સર્વનાશ કરનાર રહસ્યમય આકાશી પિંડની ઓળખ થઈ: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો, સૌરમંડળના સૌથી દુર્લભ ઉલ્કાપિંડે મચાવી હતી તબાહી! : આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે નિકલ આઈસોટોપ્સનું પૃથક્કરણ કરીને ખોલ્યું રહસ્ય: સલ્ફર નહીં પણ વાતાવરણમાં છવાયેલી ઝીણી ધૂળ અને કાટમાળ બન્યા હતા સામૂહિક વિનાશનું મુખ્ય કારણ9:07 PM IST
મહત્વના સમાચારો ઝડપભેર વાંચી જાવ ફટાફટ...10:28 PM IST
મહત્વના વરસાદના સમાચારો ઝડપથી વાંચી જાવ10:29 PM IST
મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધના એંધાણ: હોર્મુઝની ખાડીમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત દસમા દિવસે પણ મિસાઈલોનો વરસાદ યથાવત : આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઇનને અસ્થિર કરતો ગંભીર સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો; અમેરિકી સેના દ્વારા ઈરાનના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ પર નવા રાઉન્ડના આક્રમક હવાઈ હુમલાઓ શરૂ કરાતા ક્ષેત્રમાં ભયનો માહોલ10:57 PM IST
ભારતીય રિઝર્વ બેંકની માસ્ટર સ્ટ્રોક યોજનાથી દેશના અર્થતંત્રને મોટી મજબૂતી: સ્પેશિયલ સ્વેપ સ્કીમ અંતર્ગત વિદેશી મુદ્રા (ફોરેક્સ) પ્રવાહનો આંકડો વીસ અબજ ડોલરની પાર પહોંચ્યો : કેન્દ્રીય બેંકની આર્થિક નીતિઓ અને પ્રોત્સાહક પગલાંઓને કારણે વૈશ્વિક રોકાણકારો અને બેંકોનો વિશ્વાસ વધ્યો; દેશના વિદેશી હૂંડિયામણના ભંડારમાં જબરદસ્ત વધારો થતાં નાણાકીય બજારમાં સ્થિરતા અને ઉત્સાહનો માહોલ છવાયો10:58 PM IST
વૈશ્વિક તણાવ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક: મધ્ય પૂર્વમાં સંકટ વધતાં જ રશિયા તરફ વાળ્યા જહાજો : તેલની આયાત ૪૧ ટકાના ઓલ-ટાઇમ હાઇ પર! : હોર્મુઝમાં હુમલા અને સપ્લાય ચેઇનના ખોરવાઈ જવા વચ્ચે ભારતે તેની ઉર્જા વ્યૂહરચના બદલી : મધ્ય પૂર્વ નિર્ભરતા ઘટાડી જૂના મિત્ર રશિયા પાસેથી રેકોર્ડ ૨.૬૪ મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ આયાત કર્યું10:58 PM IST
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં નવું પ્રકરણ : વૈશ્વિક મંચ પર ભારત અને નોર્થ મેસેડોનિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા : સ્કોપિયે ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સન્માનમાં વડાપ્રધાન હ્રિસ્ટિજન મિકોસ્કી દ્વારા ભવ્ય સત્તાવાર મધ્યાહન ભોજન સમારંભનું આયોજન; બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય હિતો પર સઘન ચર્ચા10:58 PM IST
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: શ્રી શ્રી રવિશંકરના ‘આર્ટ ઓફ લિવિંગ’ આશ્રમ સામે સરકારી જમીન પચાવી પાડવાના ગંભીર આરોપોની તપાસ માટે હાઈ-લેવલ ‘SIT’ ની કરાઈ રચના : બેંગલુરુ નજીક કનકપુરા રોડ પર આવેલા આશ્રમ દ્વારા કરોડો રૂપિયાની વન વિભાગ અને મહેસૂલ ભૂમિ પર ગેરકાયદેસર કબ્જો જમાવાયો હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર એક્શન મોડમાં: નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણ અહેવાલ સોંપવા મુખ્યમંત્રીનો કડક આદેશ10:59 PM IST
હિમાચલના કાંગડામાં કુદરતનો પ્રકોપ: વાદળ ફાટતા જમીન ધસી પડી : ૧૫ મકાનો અને શાળા કાટમાળમાં દટાયા : SDRF ની ટીમોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ : શાહપુરના બોહ ખીણ વિસ્તારમાં ટેકરીઓ ધસી પડતા ભારે વિનાશ, પશુધન અને સંપત્તિને મોટું નુકસાન પરંતુ સદનસીબે જાનહાનિ ટળી : વહીવટીતંત્રે હાઇ એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી10:59 PM IST
અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટનું મોટું મંથન: ઇતિહાસમાં પ્રથમ વખત નિમાશે CEO : દાનમાં ગેરરીતિ અને ત્રણ ખાલી પદો પર આરપારની બેઠક! : ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ નવા મહાસચિવની પસંદગી : ત્રણ ખાલી પડેલી ટ્રસ્ટીની જગ્યાઓ ભરવા તેમજ દાન ઉચાપત કેસમાં SIT રિપોર્ટની સમીક્ષા સાથે રામ મંદિરની સુરક્ષા-પારદર્શકતા માટે અયોધ્યામાં લેવાશે નિર્ણય 11:00 PM IST
સંસદના ચોમાસુ સત્રમાં આવી શકે છે નવું ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ: સુપ્રીમ કોર્ટની કડક ફિટકાર બાદ કેન્દ્રનો મોટો નિર્ણય : ટ્રિબ્યુનલોને નિષ્ક્રિય ન થવા દેવા દેશની આકરી ચીમકી: રાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કમિશનની સ્થાપના અને સભ્યોની નિમણૂકોમાં પારદર્શિતા લાવવા ઇસ્લામાબાદ-દિલ્હી વચ્ચે કાયદાકીય કવાયત ઝડપી11:02 PM IST
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી ગુસ્સે ભરાયેલા અરિજિત સિંહે કહ્યું, "શું તમને લાગે છે કે તમે ભગવાન છો?" : દિલ્હીમાં NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના બળપ્રયોગ સામે આક્રોશ: નેતાઓ અને અર્ધલશ્કરી દળોને આડે હાથ લેતા કહી દીધું - "પરિવર્તન જ એકમાત્ર સત્ય છે, બધું યાદ રખાશે"11:03 PM IST
અમેરિકાના ન્યૂ જર્સીમાં GOPIO સેન્ટ્રલ જર્સી દ્વારા પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કિન્તુર સંઘવીના વક્તવ્ય સાથે હૃદય સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો : ૧૦૦થી વધુ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : "પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન: અ મોર્ડન એપ્રોચ ટુ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ" વિષય પર રોયલ આલ્બર્ટ્સ પેલેસ ખાતે યોજાયેલા સેમિનારમાં હૃદય રોગના નિવારણ, આધુનિક સારવાર અને સક્રિય જીવનશૈલી અંગે અપાયું માર્ગદર્શન11:24 PM IST
યુકેના ડેનહેમમાં ૐ ક્રેમેટોરિયમના લોકાર્પણ નિમિત્તે "ભજન કરતા કરતા ક્રિયા કરીએ" શીર્ષક હેઠળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : ૨૬૦થી વધુ ભક્ત કલાકારોએ ભક્તિ અને સેવાનો અવિસ્મરણીય સંદેશ આપ્યો : ભારત, અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડના કલાકારોએ સંગીત, નૃત્ય, અભિનય અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી પ્રસ્તુતિ રજૂ કરી : સંતભગવંતજી અને સદગુરુ સંતોએ કલાકારો અને સેવકો પર આશીર્વાદ વરસાવ્યા11:36 PM IST
અમેરિકાના ન્યૂ જર્સીમાં શ્રી વેંકટેશ્વર મંદિર ખાતે હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સી દ્વારા સફળ કમ્યુનિટી હેલ્થ ફેર યોજાયો : ૨૦૦થી વધુ નાગરિકોએ મફત આરોગ્ય તપાસ અને તબીબી સલાહનો લાભ લીધો : "આરોગ્ય સંસ્થાઓ, સમુદાયિક સંગઠનો, સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે" - હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સીના પ્રમુખ ડૉ. તુષાર પટેલ : કેન્સર નિવારણ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ડેન્ટલ, આંખની તપાસ સહિતની મફત સેવાઓ પૂરી પાડવામાં આવી : આવનારો આગામી હેલ્થ કેમ્પ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રિન્સટનના દુર્ગા મંદિર ખાતે યોજાશે11:34 PM IST
ઇંગ્લેન્ડના ડેનહેમમાં અનુપમ મિશન દ્વારા પ્રતિષ્ઠિત ‘શાલીન માનવ રત્ન એવોર્ડ’થી પાંચ અગ્રણી સમાજસેવી મહાનુભાવોનું સન્માન : ૐ ક્રેમેટોરિયમ સુવેનિયરના વિમોચન સાથે માનવતાનો ઉત્સવ ઉજવાયો : શ્રી યોગી આજ્ઞા મંત્રદીક્ષા હીરક પર્વ અંતર્ગત યોજાયેલા ભવ્ય સમારંભમાં વિનોદભાઈ એમ. કોટેચા, રૂપિન વાડેરા, શામજીભાઈ પટેલ, ડૉ. અભિજાત ચંદ્રકાંત શેઠ અને યોગેશભાઈ મહેતાને એવોર્ડ એનાયત કરાયા11:39 PM IST
કાનપુરમાં રાજકીય ગરમાવો :ભાજપના મેયરના પુત્રએ દાન ચોરીથી લઈને શિક્ષણ પ્રણાલી સુધીના મામલે ફેસબુક પોસ્ટથી ખળભળાટ : કાનપુરના મેયર પ્રમિલા પાંડેના પુત્ર અનુરાગ પાંડેની એક ફેસબુક પોસ્ટથી શહેરમાં રાજકીય સનસનાટી મચી ગઈ:તેમણે રામ મંદિરમાં પ્રસાદની ચોરી અને વર્તમાન શિક્ષણ પ્રણાલી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે જોકે તેમણે તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો 12:49 AM IST
નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મોટું નિવેદન : પેપર લીકને 'ઘોર પાપ' ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી : યુવાનોનું ભવિષ્ય અને સુરક્ષા સરકારની પ્રાથમિકતા : પાર્લામેન્ટ તરફ કૂચ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થતાં અફરાતફરી : ૧૭૦થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા : એક યુવતી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ12:08 AM IST
વિદ્યાર્થીઓની માંગ વાજબી, તેમની વાત સાંભળવામાં શું વાંધો છે? : કૉંગ્રેસ સાંસદ શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો : શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી : લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવો મૂળભૂત અધિકાર : અદાણી - અંબાણીના ૧૬ લાખ કરોડના દેવાં માફ કરાયા પણ દેશના શિક્ષણ પાછળ માત્ર ૧.૪ લાખ કરોડ ખર્ચાયા : શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે સંસદમાં ખરડો લાવવા અપીલ12:11 AM IST
કૉંગ્રેસ દેશના વિદ્યાર્થીઓને રાજકીય હથિયાર બનાવી રહી છે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા : વડાપ્રધાન આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરીને સામાન્ય જનતાને અસુવિધા પહોંચાડી અને સુરક્ષા પ્રોટોકોલ પણ તોડ્યો : નીટ સહિતના તમામ મુદ્દાઓ પર સરકાર સંસદમાં ચર્ચા કરવા પૂરી રીતે તૈયાર છે12:12 AM IST
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે પુરની સ્થિતિ:100થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો : યાત્રાઓ રોકી દેવાઈ : શ્રી અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા અને શિવખોડી યાત્રા સતત ત્રીજા દિવસે સ્થગિત: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઠપ્પ:જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો :તાવી, ચેનાબ સહિતના મુખ્ય નદી-નાળા બે કાંઠે 12:24 AM IST
આંદોલનમાં રાજકારણનું વર્ચસ્વ: કેજરીવાલ સક્રિય થતાં રાહુલ અને પ્રિયંકાએ મોરચો સાંભળ્યો :વિરોધ પક્ષો વચ્ચે શ્રેય લેવાની હોડ જામી : રાજકીય પક્ષો વિદ્યાર્થી આંદોલન માટે શ્રેય માટે જોરદાર રમત:કેજરીવાલ અને રાહુલ ગાંધીએ યુવાનોને કાનૂની સહાય પૂરી પાડી:આંદોલનના નેતૃત્વને લઈને વિપક્ષી પક્ષો વચ્ચે ખેંચતાણ 12:31 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૧ તાલુકામાં આજે સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ભારે મેઘમહેર : વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ૧૫.૨૪ ઇંચ વરસાદ ખાબક્યો : જુઓ સંપૂર્ણ લિસ્ટ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ઉમરગામમાં ૧૫.૨૪ ઇંચ, કપરાડામાં ૧૨.૬૦ ઇંચ, નાનાપોંઢામાં ૧૧.૪૬ ઇંચ, વલસાડમાં ૧૧.૨૨ ઇંચ, પારડીમાં ૧૦.૧૬ ઇંચ, ખેરગામમાં ૯.૮૮ ઇંચ, ધરમપુરમાં ૮.૩૫ ઇંચ, વાપીમાં ૬.૪૬ ઇંચ, ગણદેવીમાં ૬.૩૦ ઇંચ અને પલસાણામાં ૬.૨૬ ઇંચ વરસાદ નોંધાયો11:02 PM IST
રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ. ના બે ડિરેક્ટરોએ RBIની માર્ગદર્શિકા અનુસાર 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં સ્વૈચ્છિક રાજીનામા આપ્યા : બંને ડિરેક્ટરો એ બેંકના તમામ ડિરેક્ટરો, સહ-ડિરેક્ટરો , મુખ્ય કાર્યકારી અધિકારી તથા કર્મચારી મિત્રો દ્વારા મળેલા સહકાર અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત પણ કર્યો12:57 AM IST
વીજ થાંભલાઓ અને એકલા વૃક્ષો નીચે આશરો ન લેવા માટે તાકીદ: સુરત જિલ્લા પર તોળાતા ભારે વરસાદના ખતરાને પગલે જિલ્લા કલેક્ટરે ખુદ મેદાને આવી અપીલ કરી : આરોગ્ય અને સલામતીના દ્રષ્ટિકોણથી કલેક્ટરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ટાળવા, ઇલેક્ટ્રોનિક સાધનો અનપ્લગ કરવા, ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવા તેમજ સ્વચ્છ ખોરાક લેવા અપીલ કરી10:42 PM IST
મેઘરાજાનું દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ : ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૭૩ તાલુકાઓમાં વરસાદ : સરદાર સરોવર નર્મદા ડેમ ૬૭.૮૨ ટકા ભરાયો : ૧૨ ડેમ હાઈ એલર્ટ પર : ૯૬૫૫ લોકોનું સ્થળાંતર કરાયું : હવામાન વિભાગ દ્વારા ૨૪ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી : રાજ્યમાં સિઝનનો સરેરાંશ કુલ ૩૧.૦૬ ટકા વરસાદ નોંધાયો : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના કપરાડામાં ૧૫.૬૩ ઇંચ અને નાનાપોંઢામાં ૧૧.૦૨ ઇંચ મુસળધાર : દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આફતરૂપી વરસાદથી જનજીવન પ્રભાવિત : ૨૭ SDRF અને ૧૨ NDRF ની ટીમો તૈનાત : રાજ્યમાં ૫૯.૫૯ ટકા ખરીફ વાવેતર પૂર્ણ : વીજળી અને રસ્તાઓની કામગીરી યુદ્ધધોરણે શરુ6:29 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સંવેદનશીલતા :મહેસાણા ,કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા : દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પહેલીવાર કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ઓચિંતા જોડાયા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો સાંભળી.6:06 PM IST
કોવિડ-૧૯ દરમિયાન ચાલુ ફરજે સંક્રમિત થઈને અવસાન પામેલા GSRTCના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨૫ લાખની નાણાકીય સહાયનું વિતરણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહાય વિતરણનો નિર્ણય 'દિલથી' લીધો : હર્ષ સંઘવી : GSRTCના કર્મયોગીઓએ પરિવારની ચિંતા કર્યા વગર નાગરિકોની સુવિધા માટે ફરજ બજાવી : અમૂલ્ય સેવાઓને માનવતાની દ્રષ્ટિએ બિરદાવીને સરકારે તેમને ખાસ કિસ્સામાં 'કોરોના વોરિયર્સ' ગણી આર્થિક સહાય મંજૂર કરી4:09 PM IST
'નશામુક્ત ગુજરાત' ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં ૧૫ બેડના ડી-એડિક્શન સેન્ટર શરૂ કરાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૧૪.૯૦ કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપાઈ : હવે પોતાના જિલ્લામાં જ મળશે ડિટૉક્સ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા : IPD અને OPD બંને સેવાઓ શરૂ થશે : GeM પોર્ટલ મારફતે સાધનોની ખરીદી કરાશે તથા સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશનથી પારદર્શિતા જળવાશે10:22 AM IST
સુરતમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયેલા વિસ્તારની શાળાઓમાં આજે સવારની પાળી રદ : જિલ્લા શિક્ષણાધિકારીનો મહત્વનો પરિપત્ર : વિદ્યાર્થીઓની સલામતી પ્રથમ : મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે લાગુ : અંતિમ નિર્ણય શાળા સંચાલન અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરીને લેવાનો રહેશે1:16 PM IST
કુંવરજીભાઈ મહુડીમા ગોબરધન પ્રોજેક્ટના લાભાર્થીઓની પ્રત્યક્ષ મુલાકાતે : કામગીરી નિહાળી : લાભાર્થીના ઘરે ગોબરગેસ પ્લાન્ટ અને રસોડા સુધી જઈ સમગ્ર પ્રક્રિયાનું સ્વનિરીક્ષણ કર્યુઃ ભવિષ્યમાં એલપીજી ગેસ સિલિન્ડર કરતાં પણ વધુ સરળ અને સહજ રીતે ગ્રામજનોને રાંધણ ગેસ મળી રહે તે આ મુલાકાતનો મુખ્ય હેતુઃ કુંવરજીભાઈ બાવળીયા9:51 AM IST
ગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ : ૮ કલાકમાં ૧૭ જિલ્લાના ૬૫ તાલુકામાં મેઘમહેર : વલસાડમાં સૌથી વધુ ૭.૪૮ ઇંચ, ચીખલીમાં ૬.૩૦ ઇંચ અને ખેરગામમાં ૫.૭૮ ઇંચ વરસાદ ખાબક્યો : રાત્રે ૧૨થી સવારે ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૧૦ તાલુકાઓમાં વલસાડ ૭.૪૮ ઇંચ, ચીખલી ૬.૩૦ ઇંચ, ખેરગામ ૫.૭૮ ઇંચ, કપરાડા ૫.૭૧ ઇંચ, પારડી ૫.૩૯ ઇંચ, વાંસદા ૫.૨૦ ઇંચ, ઉમરગામ ૪.૬૦ ઇંચ, નાનાપોંઢા ૪.૪૧ ઇંચ, ધરમપુર ૪.૦૫ ઇંચ અને વઘઈમાં ૩.૩૯ ઇંચ વરસાદ નોંધાયો8:47 AM IST
લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં 4500 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિ ફરી જીવંત થશે : હડપ્પીય લોથલ શહેરની લાઇફ-સાઇઝ પ્રતિકૃતિ બનાવાશે :પ્રતિકૃતિમાં ગલીઓ, રહેણાંક મકાનો, બજાર, જાહેર સ્થળો અને ડોકયાર્ડનો સમાવેશ થશે: લોથલને હડપ્પીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ મેરિટાઇમ અને વેપારી કેન્દ્ર માનવામાં આવે છે.1:56 PM IST
ગત વર્ષથી ચાલુ વર્ષમાં પોલિસ પર હુમલા સમયે ૧૮ વખત પોલીસ દ્વારા ફાયરિંગ : ખબરદાર : ખુલ્લે આમ ગુંડાગીરી કરી, પોલિસને ભાજી મૂળા સમજવાની ભૂલ ન કરતા, લુખ્ખા તત્વોને તેમની ઔકાત બતાવી દેવા નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા છૂટો દોર અપાયો છે : જરૂર જણાયે ઓપરેશન લંગડા, પોલીસ પર જીવલેણ ઘાતક હથિયારોથી હુમલા, ફેંસલા ઓન ઘ સ્પોટ, પોલીસની સર્વિસ રિવોલ્વર તુરંત છેલ્લા શ્વાસ જેવી સ્થિતિ લાવે છેઃ આ નવુ ગુજરાત મોડેલ, ચોક્કસ ઘટનાઓ પગલે, પોલીસ તંત્રની લાચાર સ્થિતિ દુર થઈ રહેલ હોવાની વાતો, માત્ર કાલ્પનિક વાર્તા નહિ, પણ સત્ય કથાના આ રહ્યા પુરાવા2:12 PM IST
યુનુસના ડ્રગ્સ વેચાણના ઓરતા પર સુરત ક્રાઇમ બ્રાન્ચની જાગૃત ટીમે પાણી ફેરવી દીધું... : No ડ્રગ્સ ઈન સુરત, પોલીસ કમિશનર વાંબાગ જમીર, એડી.સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિંયાના નેતૃત્વ હેઠળની ટીમના PI એસ એન. પરમાર સ્ટાફ એસીપી કિરણ મોદીના સંકલનમાં આદુ ખાઈ પાછળ પડી છે... : No ડ્રગ્સનો જથ્થો જપ્તઃ ડ્રગ્સના મુળ સુધી પહોંચવા કવાયત શરૂ3:07 PM IST
દિલ્હીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અટકાયતના ઘેરા પ્રત્યાઘાત : અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પ્રચંડ દેખાવો : અમિત ચાવડા સહિત અનેક અગ્રણીઓની પોલીસે કરી અટકાયત : જુઓ વિડિયો : શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થી આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન : કેન્દ્ર સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ અને કાર્યકરો વચ્ચે સર્જાયો ઘર્ષણનો માહોલ1:18 PM IST
સુરતમાં ચોતરફ જળબંબાકાર :કડોદરા ચાર રસ્તા,સુરત સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે -48 પર ઘુટણસમાં પાણી ભરાયા : નેશનલ હાઇવે પર પાણી ભરાવાના કારણે બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ:કડોદરા પોલીસ ચોકી, સ્થાનિક દુકાનો અને હોટલોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા :NDRF ની એક ટીમ પર્વત પાટિયા વિસ્તારમાં અને બીજી ટીમ SMC ના દક્ષિણ ઝોન તથા ઉધના વિસ્તારમાં તૈનાત7:30 PM IST
પીએમ આવાસ બહાર કોંગ્રસના પ્રદર્શનના વિરોધમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે ભાજપા દ્વારા ધરણાં પ્રદર્શન : વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આવાસને ઘેરવાના કોંગ્રેસના નિંદનીય કૃત્યનો સખત વિરોધ નોંધાવ્યો: લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોંગ્રેસ લોકશાહીની ગરિમાનો ભંગ કરીને અરાજકતા ફેલાવી રહી છે: જગદીશભાઈ વિશ્વકર્મા6:20 PM IST
માનવ અને વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે વન વિભાગ એક્શન મોડમાં: દીપડાના હુમલા અને તેના ભયથી બચવા માટે પ્રશાસન દ્વારા જનહિતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ : ગ્રામીણ અને સીમ વિસ્તારના નાગરિકોની સુરક્ષા કાજે તંત્ર દ્વારા ૨૪ કલાક કાર્યરત રહેનારી નવી હેલ્પલાઇન સુવિધા પણ કરાઈ શરૂ: વન્યજીવ દેખાય કે તુરંત જ ૧૯૨૬ ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરવા વન વિભાગની જનતાને ખાસ અપીલ5:50 PM IST
સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર: બિલ્ડર પાસેથી દબાણપૂર્વક નાણાં પડાવવા સુપ્રીમ કોર્ટના આદેશનો સરેઆમ અનાદર કરવા બદલ તત્કાલીન મહિલા ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) સામે ખાતાકીય તપાસનો આદેશ, સમગ્ર મામલે ચાર્જશીટ જારી કરાતાં ખળભળાટ : હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કડક ટીકાઓ બાદ ગૃહ વિભાગે એક્શન મોડમાં આવીને સુરતના ચર્ચિત તોડકાંડ અને સુપ્રીમ કોર્ટના આગોતરા જામીનની અવમાનના કેસમાં જવાબદાર તત્કાલીન આઈપીએસ અધિકારી વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં ભરવાની તજવીજ તેજ કરી5:50 PM IST
સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ તરીકે 301 નવ યુવાઓ ગુજરાત રાજ્ય સરકારની સેવામાં જોડાયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાણામંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત : નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીને રાજ્યની આવક વૃદ્ધિ, નવા પ્રોજેક્ટ્સ અને નવી વિકાસ તકોથી વધુ રોજગાર અવસરના સંવાહક બનવા નવનિયુક્ત યુવાઓને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આહવાન : નવનિયુક્ત કર્મચારીની પ્રાથમિક જવાબદારી છે કે કોઈ પણ પ્રમાણિક વેપારીને અકારણસર મુશ્કેલી કે અગવડતા ન પડે : વેપારીઓની સુવિધાયુક્ત કામગીરી જ રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગુજરાત ૯૯% GST રિટર્ન ફાઈલિંગ સાથે દેશમાં પ્રથમ : નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ4:21 PM IST
સંસદ સત્રમાં વ્યસ્ત હોવા છતાં વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ વતનની આપત્તિ પ્રત્યે સજાગ: દિલ્હીથી ટેલિફોનિક સંપર્ક સાધી સમગ્ર વહીવટીતંત્રને આપ્યા કડક આદેશો : દક્ષિણ ગુજરાત અને વલસાડ-ડાંગ પંથકમાં જળબંબોળની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત; નાગરિકોને કોઈપણ જાતની હાલાકી ન પડે અને જાનમાલનું નુકસાન અટકે તે માટે તમામ કલેક્ટરો અને આપત્તિ પ્રબંધન વિભાગને સ્ટેન્ડબાય રહેવા કડક સૂચના4:54 PM IST
૨૨થી ૨૮ જુલાઈ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદનો રાઉન્ડ : મેઘરાજા ધમાકેદાર ઇનિંગ્સ રમવા તૈયાર : ચોમાસુ ધરી નોર્મલ સ્થિતિમાં અને શિયર ઝોન સક્રિય થતાં મેઘકૃપાની પૂરી શક્યતાઃ ગુજરાત રિજિયનનાઃ ૫૦% વિસ્તારમાં ૪થી ૬ ઇંચ, અમુક સ્થળે ૧૦ ઇંચથી વધુ ખાબકવાની આશંકાઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૭૫% ભાગોમાં ૧.૫થી ૨ ઇંચ, જ્યારે અતિ ભારે કેન્દ્રોમાં ૬ ઇંચથી વધુ ખાબકશેઃ અશોકભાઈ પટેલ2:22 PM IST
સુરતમાં અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ :તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો: ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી. : શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : તાપી નદી, ઉકાઈ ડેમ અને અંબિકા નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ1:54 PM IST
ગુજરાતમાં ઉદવાડા અને પારડી સ્ટેશનો વચ્ચે માટી ધસી પડતા પશ્ચિમ રેલવેનો વ્યવહાર ખોરવાયો : અનેક ટ્રેનો રદ : કેટલીક શોર્ટ-ટર્મિનેટ તો કેટલીક આંશિક રીતે રદ કરાઈ : રેલવે ટ્રેક નજીક બેંક સ્લાઇડિંગની ઘટનાના પગલે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા : કર્ણાવતી, સયાજીનગરી, ડબલ ડેકર અને મેમુ ટ્રેનોના રૂટમાં વહીવટી તંત્ર દ્વારા વ્યાપક ફેરફારો જાહેર કરાયા3:47 PM IST
વલસાડમાં રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સ્થિતિ પર કાબૂ મેળવવા મેદાનમાં ઉતરી કડક પગલાં લીધા : વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોનું સઘન નિરીક્ષણ :નીચાણવાળા વિસ્તારના આશરે ૩૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા :જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) સહિતના અધિકારીઓએ છીપવાડ, હનુમાન ભાગડા અને કૈલાસ રોડ બ્રિજ જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી2:15 PM IST
પંજાબ એન્ડ સિંધ બેંકનું સ્થળાંતર2:56 PM IST
અમદાવાદમાં દીપડા દેખાયાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું પૂર : સામાજિક વનીકરણ વિભાગની નાગરિકોને ફેક વિડિયોથી ન ગભરાવા અને સત્યતા ચકાસીને જ વિશ્વાસ કરવા ખાસ અપીલ : ઘુમાની શરણ દીપ સોસાયટીમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમ ૨૦થી વધુ ગાર્ડ, વેટનરી ડોક્ટર અને પાંજરા સાથે તૈનાત : ચાંદખેડામાં દીપડો રેસ્ક્યુ કરાયાનો વાયરલ વિડિયો અન્ય રાજ્યનો અને જૂનો હોવાની સ્પષ્ટતા : માત્ર સત્તાવાર માહિતી ધ્યાને લેવા તંત્રનો અનુરોધ10:25 AM IST
અમદાવાદમાં ફટાકડાના ગેરકાયદેસર કાળાબજાર અને ગોડાઉનો પર તંત્રની ભીંસ: અગ્નિકાંડ બાદ જાગેલા AMC ફાયર વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કરીને મંજૂરી વગર ધમધમતા એકમોને એકપછી એક સીલ માર્યા : શહેરમાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાફલાએ વહેલી સવારથી જ બાતમીદારોના આધારે દરોડા પાડીને ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ફટાકડાના વેપારીઓ સામે લાલઆંખ કરી11:42 AM IST
રૂા. ૯.૬૮ લાખના એમડી, ચરસ, હાઇબ્રીડ અને સુકા ગાંજા સાથે નામચીન રમેશ ઉર્ફે મુન્નો સિંધીને દબોચ્યો : જુઓ વિડીયો : શહેર એસઓજીની હેટ્રીકઃ માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક પર્દાફાશ : જંકશન પ્લોટ લાલબહાદુર શાષાી સોસાયટીમાં ઘરમાં દરોડોઃ મુળ ફ્રુટનો વેપારી રમેશ અગાઉ ખૂન, મારામારી, સહિત આઠ ગુનાઓમા સામેલઃ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગીરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની બાતમી : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમની કામગીરી3:50 PM IST
શાંત વિરોધ નોંધાવી રહેલા વિદ્યાર્થીઓના હાથમાં પથ્થર કે લાઠી ન હતી તેમણે વડાપ્રધાન નિવાસસ્થાનના દરવાજા તોડવાના પ્રયાસો કર્યા ન હતા છતા આંતકીઓ જેવો વ્યવહાર?! : જુઓ વિડિયો : નીટ પેપરના મુદે રાજકોટમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સઃ ૨૦૨૪માં ગોધરામાંથી નીટનું પેપર લીક થયુ અને ભાજપના પદાધિકારીઓ ઝડપાયા ત્યારે સરકારે બોધપાઠ લીધો હોત'તો ૨૦૨૬માં પેપર લીક થયુ ન હોત અને ૨૧ વિદ્યાર્થીઓને પોતાની જીંદગી ગુમાવી પડી ન હોત.... : ડરી ગયેલી ભાજપ સતા જવાની બીકે વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે પરંતુ ભાજપ યાદ રાખે કે કંસે શ્રીકૃષ્ણને જેલમાં ધકેલ્યા ત્યારે સત્તા બચી ન હતી, અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં ધકેલ્યા ત્યારે સત્તા બચાવી શકયા ન હતા, હવે વિદ્યાર્થીઓને કે તેમના પ્રશ્ને લડત આપનારને જેલમાં ધકેલવાના પ્રયાસો થઇ રહયા છે ત્યારે ભાજપની સત્તા પણ સલામત નથી : શકિતસિંહ ગોહિલના પ્રહારો : ૧૨ વર્ષની દિકરીની પીઠ પર સટાસટ પડતી લાઠીઓ જોઇને, આઇસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી ૧૯ વર્ષની દિકરીને ઝઝમુતી જોઇને, જંતરમંતર પર વાંગચુકને ઉઠાવી ગયા બાદ ખાલી કરો... ખાલી કરો..ના બરાડા પાડી થયેલા લાઠીચાર્જના દ્રશ્યો જોઇને, લાખો વિદ્યાર્થીઓ પર લાઠીઓ વિંઝાતા થયેલી દોડધામમાં રસ્તાઓ પર આમથી તેમ પડેલા બુટ-ચપ્પલ જોઇને દેશની જનતા ભાજપને ઓળખી ગઇ છે2:58 PM IST
બકાલા અને ફ્રુટના ધંધાર્થી રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવ્યાઃ વેંચે એ પહેલા એસઓજીએ દબોચ્યા : થોડા મહિના પહેલા આઠ કિલો ગાંજા સાથે ઝડપાયેલો જંગલેશ્વરનો ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો જેલમાંથી એમડીની ટીપ્સ લઇ આવ્યોઃ મિત્ર જુનાગઢના ઇફરાન ઉર્ફે બમ કુરેશીને સાથે રાખી ખેપ મારીઃ પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી : પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમનો હાર્દિકસિંહ પરમાર અને દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી પરથી બામણબોર પાસે દરોડોઃ ટીકડો અગાઉ હત્યાની કોશિષ, લૂંટ, ડ્રગ્સના ગુનામાં અને બમ જૂગારના બે ગુનામાં સામેલ10:52 AM IST
મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી રૂા. ૫૦ હજારની લાંચ લેતા રાજકોટમાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા : ૧ લાખની માંગણી બાદ પચાસ હજારમાં નક્કી થઈ હતી રકમ : જુઓ વિડિયો : ટેન્ડરના વર્ક ઓર્ડર અને ડીમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા માટે લાંચ માગનાર વાંકાનેરના ખોડાભાઈ રામાણી સામે કાર્યવાહી : ભાવનગર એસીબી પીઆઈ આઈ.જે. ગીડા, અમરેલી પીઆઈ ટી.એસ. રીઝવી, એસીબી મદદનીશ નિયામક એસ.એન. બારોટ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાની ટીમે ગોઠવ્યું સફળ છટકું11:05 PM IST
બહુમાળી ભવનમાંથી આ શીંગવાળા ભાઈને દૂર કરો3:42 PM IST
રાજકોટમાં દીકરાનું ઘર બનશે ૨૨ અનાથ દીકરીઓનું માવતર : પિતા વિહોણી દીકરીઓનું અંધારું ઉલેચીને જીવનમાં રંગ પૂરવા સ્નેહના આંગણિયે આસોપાલવ રોપાશેઃ ડિસેમ્બરમાં ‘‘વહાલુડીના વિવાહ-૯'' શાંતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર ૨૦૦થી વધુ કાર્યકરો સમૂહલગ્નને યાદગાર બનાવવા સજ્જઃ ૩૦૦થી વધુ ગૃહોપયોગી ચીજવસ્તુઓ સહિત સોના-ચાંદીના દાગીના કરિયાવરમાં અપાશેઃ ૨૮ જુલાઈથી ફોર્મ વિતરણ શરૂઃ શહીદ જવાનની દીકરી માટે રૂ. ૫ લાખ સુધીના કરિયાવરની જાહેરાત3:33 PM IST
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૨૭ થી ૨૯ જુલાઈ દરમિયાન ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે : લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી ડૉ. વિજયભાઈ સેવક, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી મુનિ સેવા આશ્રમ ગોરજ તથા ૩૪ પ્રાથમિક શિક્ષકોનું વિશિષ્ટ બહુમાન કરાશે : શૈક્ષણિક સંવાદ, ધ્વજારોહણ અને વ્યાસપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન7:48 PM IST
પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના દરિયાઈ વ્યાપાર, સંસ્કૃતિ, ભૌગોલિક પર્યાવરણનો ભેદ ઉકેલવા કચ્છ યુનિવર્સિટી અને બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ : વિશ્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટીની પહેલથી ગુજરાતના શૈક્ષણિક જગતમાં ઐતિહાસિક અભ્યાસ સમજૂતી, ૮૦૦૦ વર્ષ પૂર્વથી લઈ ધોળાવીરાની ૫૦૦૦ વર્ષ જૂની હડપ્પન સાઇટ સહિત ગુજરાતની અન્ય હડપ્પન સાઇટનો અભ્યાસ9:40 AM IST
1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમયસર કામગીરીથી ગાય અને વાછરડાનો બચાવ : જામનગર જિલ્લાના વિભાપર ગામે ડિસ્ટોશિયાના જટિલ કેસમાં બે કલાકની જહેમત બાદ સફળ પ્રસૂતિ કરાવાઈ : ટીમે આશરે બે કલાક સુધી સતત અને કુશળ સારવાર આપી ગાયની સફળ પ્રસૂતિ કરાવી : ગાયને પીડામાંથી મુક્તિ મળતાં પશુપાલકે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવા, કરુણા સંસ્થા તથા ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો 2:14 PM IST
બોટાદના ઢસા મુકામે 'સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ' દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ, રક્તદાન મહાશિબિર અને દંતયજ્ઞ કેમ્પનું ભવ્યાતિભવ્ય આયોજન : સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સાન્નિધ્યમાં ૨૯ જુલાઈએ યોજાશે ત્રિવિધ મહોત્સવ : નિઃશુલ્ક દંતયજ્ઞ, ટીંબી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન શિબિર અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રોગ્રામનું આયોજન10:15 PM IST
જૂનાગઢના સોનાપુરી સ્મશાન ખાતે ‘ભૂતાવળ ડાયરા’ બાદ તંત્ર એક્શનમાં : મંજૂરી વિના આયોજન બદલ આયોજકોને કારણ દર્શક નોટિસ ફટકારાઇ : ભારે ભીડ અને ટ્રાફિકજામને પગલે જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી: અચાનક ઉમટેલી ભીડને કારણે સોનાપુરી અને ભવનાથ તરફ જતાં મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો8:22 PM IST
ગુરુજીના આશીર્વાદ વિના પાંદડુ હલતું નથી,ગુરુ કૃપા જ સૌથી મોટી શક્તિઃ કલ્પેશભાઈ મહેતા : અયોધ્યાની પવિત્ર ધરા પર શ્રીરામ કથાનો સાતમો દિવસઃ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની ગેરહાજરીમાં તેમના ભાઈ કલ્પેશભાઈએ કરાવ્યું કથા રસપાન : રામનામ એ જીવનની સૌથી મોટી મૂડી છેઃ સંકટના સમયે પણ રામનામ જ કામ આવે છેઃ ગુરુના આશીર્વાદથી જીવન બદલાય, ગ્રંથદાનથી જ્ઞાન વધેઃ મેંદરડા ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસ બાપુ12:09 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬: મેડલ જીતવાના મજબૂત ઈરાદા સાથે સ્કોટલેન્ડ પહોંચેલી ભારતની પેરા વેઈટલિફ્ટિંગ ટીમે એસઈસી સેન્ટર ખાતે જોરશોરથી પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભારતીય પેરા એથ્લેટ્સનો દબદબો; જસપ્રીત કૌર, પરમજીત કુમાર અને ઝાંડુ કુમાર સહિતના દિગ્ગજ ભારતીય લિફ્ટર્સે ટ્રેનિંગ સેન્ટર પર પસીનો વહાવ્યો8:58 PM IST
વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ: ભારતના અનાહત સિંહ અને આર્યવીર દિવાનનો વિજયી ધમાકો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ! : ટોચની ક્રમાંકિત અનાહતે હોંગકોંગની ખેલાડીને અને આર્યવીરે દક્ષિણ આફ્રિકાના જોસેફને સીધી ગેમ્સમાં ધૂળ ચાટતી કરી; હવે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ખેલાશે આકરો જંગ8:52 PM IST
ICC બેટિંગ રેન્કિંગમાં મોટો ધમાકો: જો રૂટ અને શુભમન ગિલની 'એક્સક્લુઝિવ ક્લબ'માં એન્ટ્રી, ટેસ્ટ અને ODI બંનેના ટોપ-10માં સ્થાન મેળવનાર વિશ્વના માત્ર બે જ બેટ્સમેન! : ભારત સામેની શ્રેણીમાં અણનમ રહ્યાં બાદ જો રૂટનો વનડે રેન્કિંગમાં ધમાકેદાર ઉછાળો; વનડેમાં ગિલ નંબર-૨ અને ટેસ્ટમાં સાતમા સ્થાને મજબૂત7:48 PM IST
વર્લ્ડ ફેન્સિંગના ઈતિહાસમાં ભારતીય દીકરીઓનો સુવર્ણ અક્ષરે ઈતિહાસ: તનિશા ખત્રી અને પ્રાચી લોહાને વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો વગાડ્યો : હોંગકોંગ ખાતે રમાઈ રહેલી સિનિયર વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ભારતીય મહિલા ખેલાડીઓએ રચ્યો અભૂતપૂર્વ વિક્રમ; ઇપી (épée) ઈવેન્ટમાં ઈતિહાસમાં પ્રથમ વખત બે ભારતીય મહિલા ફેન્સર્સે મેઈન ટેબલ ઓફ ૬૪માં ક્વોલિફાય થઈને દેશનું ગૌરવ વધાર્યું4:53 PM IST
સદાબહાર અભિનેત્રી રેખાના દાયકાઓ જૂના એક લોકપ્રિય ગીતે આજે પણ ભારતીય લગ્નોમાં જમાવ્યું છે અનોખું આકર્ષણ: ગ્રામીણ વિસ્તારોની પરંપરાગત સંગીત સંધ્યાઓમાં આજે પણ ઢોલકના તાલે ગૂંજે છે આ સુપરહિટ ટ્રેક : લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું ફિલ્મ 'ફૂલ બને અંગારે'નું આ યાદગાર ગીત વિતેલા સાડા ત્રણ દાયકાથી દેશી લગ્નપ્રસંગો અને મહિલા સંગીતની રાતોમાં ધૂમ મચાવી રહ્યું છે4:53 PM IST
મનોરંજન જગતમાં એક અનોખી પહેલ: ‘ઓહ માય ડોગ’ ફિલ્મનું હૃદયસ્પર્શી ટ્રેલર રિલીઝ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ કોઈ પણ પ્રકારનું મહેનતાણું લીધા વિના કામ કરીને રચ્યો ઇતિહાસ : મૂક પ્રાણીઓ પર થતા અત્યાચાર અને ‘ડોગ ટ્રાફિકિંગ’ જેવા સંવેદનશીલ વિષય પર આધારિત આ થ્રિલર ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા; કૂતરા અને માનવ વચ્ચેના અતૂટ સંબંધોની અદ્ભુત કહાની દર્શાવતી આ ફિલ્મનું નિર્માણ સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે કરાયું5:48 PM IST
બોલિવૂડમાં મોટો ઉલટફેર: વિવાદિત બિઝનેસમેન અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી સુપરસ્ટાર આમિર ખાને ફિલ્મમેકર રાહુલ મોદી સાથે વૈચારિક મતભેદો થતાં છેલ્લી ઘડીએ પોતાનો હાથ પાછો ખેંચ્યો : ફિલ્મની સ્ક્રિપ્ટ પર મહિનાઓ સુધી કામ કર્યા બાદ ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા, જોકે કો-પ્રોડ્યુસર અને લીડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેમજ ડિરેક્ટર રાહુલે ફિલ્મ યથાવત રાખી હવે અશ્નીરના રોલ માટે યુવા કલાકારોની શોધ શરૂ કરી9:00 PM IST


































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































































