તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 2nd October 2025
તમંચા, પિસ્તોલો, જીવતા કારતૂસ સાથે ઘૂસેલા યુપીના ૨ સહિત કુલ ૩ ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા
પોલીસ સ્ટાફ તહેવારોના બંદોબસ્તમાં હોવાથી કોઈ રીઢા અપરાધીઓ લાભ ન ઉઠાવે તે માટે ક્રાઈમ બ્રાન્ચની નાકાબંધી, પેટ્રોલિંગ ચુસ્ત રાખવાની સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા ઘડાયેલ રણનીતિ કામીયાબ

રાજકોટ તા.૨: નવરાત્રી, દશેરા અને આગામી દીપોત્સવી તહેવારો લોકો શાંતિથી ઉજવી શકે અને પોલીસ સ્ટાફ તહેવારોના બંદોબસ્તમાં વ્યસ્ત હોય ત્યારે આ સ્થિતિનો કોઈ પરપ્રાંતીય ગેંગ લાભ ન ઉઠાવે તે માટે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા જોઇન્ટ પોલીસ કમિશ્નર ક્રાઇમ શરદ સિંઘલ સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય યથાર્થ સાબિત થયો છે.
પોલીસ દ્વારા કડક નાઈટ પેટ્રોલિંગ અને અગાઉ પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓની ગતિવિધિની માહિતી મેળવી બાતમીદારોનુ નેટવર્ક એક્ટિવ કરતા ૨ દેશી તમંચા, ત્રણ પિસ્તોલ અને ૪ કારતુસ સાથે અગાઉ તમંચા, પિસ્તોલનો ઉપયોગ અને હત્યાઓ કરી ચૂકેલા ખૂંખાર આરોપીઓ પકડાઈ ગયાનું ડીસીપી અજિત રાજિયાણે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે. પોલીસ દ્વારા ઉતરપ્રદેશના કાનપુરના કૂખ્યાત આરોપી રેહાન અન્સારી, ઉતર પ્રદેશનો મોહમ્મદ રાશિદ ઉર્ફ ટીપું સુલતાન અને આરોપી અબ્દુલ રફીક સહિત પોલીસ ચોપડે જેના નામે અનેક ગુનાઓ બોલે છે તે પકડાયેલ છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
