News of Thursday, 2nd October 2025
શક્તિપીઠ બહુચરાજીમાં દશેરા નિમિત્તે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવાયો
અંદાજીત 300 કરોડથી વધુની કિંમતનો હાર મા બહુચરાજીને પહેરાવ્યા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ

શક્તિપીઠ બહુચરાજીમાં દશેરા નિમિત્તે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજીત 300 કરોડથી વધુની કિંમતનો હાર મા બહુચરાજીને પહેરાવ્યા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી મુખ્ય મંદિરથી આ યાત્રા સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા નીકળી હતી . જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું આ ભવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે વર્ષ 1783માં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં માતાજીને નીતનવીન શણગાર કરવાની પ્રથા ગાયકવાડ સમયથી ચાલી આવે છે, પણ આ તમામમાં નવલખો હારનું સ્થાન સર્વોપરી છે. આ હાર પણ વર્ષો પહેલાં માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી દર વર્ષે દશેરા અને બેસતા વર્ષે આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા અવિરત ચાલી રહી છે અને માતાજીની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો પણ જોડાય છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
