News of Thursday, 2nd October 2025
સાંજે 6 વાગ્યા સુધીમાં રાજયના 104 તાલુકામાં વરસાદ : સૌથી વધુ વંથલીમાં 3 ઇંચ ખાબક્યો
મેંદરડામાં 2.24 ઈંચ અને જુનાગઢ શહેરમાં 1.57 ઈંચ વરસાદ પડ્યો : ગોંડલમાં 1.57 ઈંચ અને કચ્છના અંજારમાં 1.46 ઈંચ વરસાદ

અમદાવાદ : આજે 2 ઓક્ટોબરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જુનાગઢના વંથલીમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે.
જુનાગઢમાં મેઘરાજાએ જમાવટ કરી છે. અને વંથલી તાલુકામાં પોણા 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. મેંદરડામાં 2.24 ઈંચ અને જુનાગઢ શહેરમાં 1.57 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં 1.57 ઈંચ અને કચ્છના અંજારમાં 1.46 ઈંચ વરસાદ પડ્યો છે.
વિસાવદર, માળિયા હાટીનાં 1.38 ઇંચ, મોરબી 1.34 ઇંચ, કુકાવાવ વાડીયા, મહુવામાં 1.26 ઇંચ, રાપર, ચુડામાં 1.18 ઇંચ, ભચાઉ, ગાંધીધામમાં 1.10 ઇંચ, સાયલા અને કેશોદમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. 17 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
