News of Thursday, 2nd October 2025
વિરમગામમાં પરંપરાગત લોકમેળામાં જૂથ અથડામણ
દશેરાને લઈ પરંપરાગત લોકમેળો યોજાયો હતોઃથોરી થાંભા ગામમાં પરંપરાગત ધુડીબાના લોકમેળામાં વાહન પાર્કિંગ મુદ્દે જૂથ અથડામણ, ૧૦ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ,તા.૨
આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે વિરમગામમાં પરંપરાગત લોકમેળો યોજાય છે. આ લોક મેળામાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે જૂથ અથડામણ થઈ હતી. જેમાં ૧૦ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. વિરમગામ રૃરલ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. અથડામણ થતાં લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિજયાદશમીના દિવસે વિરમગામ તાલુકાના થોરી થાંભા ગામમાં પરંપરાગત લોકમેળો યોજાય છે. આ લોક મેળામાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે સાતેક લોકોને ઈજા થતાં સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
લોકમેળામાં લાકડી અને ધારિયા સહિતના હથિયારો સાથે સામ સામે હુમલો કરાયો હતો. જેમાં ૧૦ લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
વિરમગામ રૃરલ પોલીસ પણ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. વિરમગામ તાલુકાના થોરી થાંભા ગામમાં દશેરાના પર્વ પર ધુડીબાનો પરંપરાગત લોક મેળો યોજાય છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
