તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Friday, 3rd October 2025
રાજકોટ દુર્ઘટના બાદ બનેલી SOP મુજબ ઝડપથી કાર્યવાહીના આદેશ
શહેરી વિકાસ વિભાગના વડાની તમામ ઝોનલ સાથે બેઠક જોખમી મિલકતો માટે પાલિકાએ બનાવેલી માર્ગદર્શિકા મુદ્દે ઝોનને તાકીદ

ગાંધીનગર તા.૩: (વિજય વસાણી દ્વારા) રાજકોટના ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો, તે સમયે રાજ્ય સરકાર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સુરત મહાનગર પાલિકાએ પણ એસઓપી બહાર પાડી હતી. જેમાં ૫૦ વધુ સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવી જગ્યાઓને ૯ કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. જ્યાં અધિકારીઓએ ફરજિયાત રીતે તપાસ કરવા સહિતની જોગવાઈઓ કરવામાં આવી હતી. જેની સમીક્ષા કરવા માટે બુધવારે રિવ્યૂ મિટિંગ મળી હતી. જેમાં શહેર વિકાસ વિભાગના ડેપ્યુટી કમિશનર અને તમામ ઝોનના ડિવિઝનલ હેડ હાજર રહ્યા હતા. મિટિંગમાં એસઓપીનો અમલ ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવે અને જોખમી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
પાલિકાનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવી જગ્યાએ જો આગ સહિતની દુર્ઘટના થાય તો લોકોની સલામતીને ધ્યાને રાખી પાલિકાએ જૂન મહિનામાં જાહેર કરેલી એસઓપીમાં ગેમિંગ ઝોન-એમ્યુઝમેન્ટ પાર્ક, હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, સિનેમા-મલ્ટિપ્લેક્સ, ફૂડ કોર્ટ, કોમ્યુનિટી હોલ-બેન્કવેટ હોલ, ટ્યુશન-કોચિંગ ક્લાસ, શોપિંગ મોલ અને પાર્મિક સ્થળો સહિતની કુલ ૯ કેટેગરી બનાવી હતી. જેમાં લોકોની સંખ્યાના આધારે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. જેમ કે ૫૦થી વધુ લોકો એકત્રિત થતા હોય તે મિલકતો માટે બીપુસી લેવામાં આવી છે કે નહીં પ્લાન મંજૂર છે, બીયુસી છે, ફાયર સેફટીનાં સાધનો છે કે કેમ તે સહિતની બાંયધરી મિલકતદારે આપવાની રહેશે. મિલકતદારોને નવી એસઓપી આપીન ઝોન કક્ષાએ બાંયધરી આપવાની રહેશે મિલકતનું રેન્ડમલી મોનિટરિંગ ઝોન કક્ષાએ કરાશે.
કેટેગરી પ્રમાણે વર્ષમાં એક અથવા બે વાર બાંયધરી લેવામાં આવશે, જેની જવાબદારી મિલકતદારની નક્કી કરવામાં આવી હતી. તે સહિતના મુદ્દાઓ એસઓપીમાં સામેલ કરાયા હતા. પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપીના અમલ મુદે બુધવારે મિટિંગ મળી હતી. જેમાં તમામ ઝોનમાં આ અંગે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી અને જો કોઈ સમસ્યા નડી રહી હોય તો તેના માટે પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે ઉપરાંત આગામી દિવસોમાં ઝડપથી કામ આગળ વધારવા માટે પણ તમામ ઝોનના હેડને તાકીદ કરવામાં આવી હતી. ખાસ કરીને જે ઝોનમાં કામગીરી પીમી હોય તેવા ઝોનમાં ઝડપથી અમલ કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ સ્થળ તપાસ દરમિયાન ઝોનના શહેરી વિકાસના અધિકારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે તપાસ કરે કે જેથી ત્યાં જ રિપોર્ટ આપીને નિર્ભય કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. ખાસ કરીને જે મિલકતદારો નિયમોનું પાલન ન કરતા હોય અથવા મિલકતો વધારે જોખમકારક હોય તેમની સામે ઝડપથી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.(૩૮.૨૪)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
