<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

હવે કાલુપુર રેલવે સ્ટેશને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી બનશે :ગુજરાત હાઈકોર્ટે મંછાની મસ્જિદની અરજીને ફગાવી

ડીવીઝનલ બેન્ચે અગાઉ સિંગલ જજે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો: વકફ એક્ટની જોગવાઈઓની અવગણના થઈ હોવાની ટ્રસ્ટની રજૂઆત હતી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની મંછાની મસ્જિદની અરજીને ફગાવી દેતા, કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીની ઝડપ વધવાની સાથેસાથે પ્લેટફોર્મ નંબર 12 ની આસપાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી આકાર પામશે. હાઇકોર્ટની ડીવીઝનલ બેન્ચે મંછાની મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી દિધી છે. ડીવીઝનલ બેન્ચે અગાઉ સિંગલ જજે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો. વકફ એક્ટની જોગવાઈઓની અવગણના થઈ હોવાની ટ્રસ્ટની રજૂઆત હતી. 

  સમગ્ર કામગીરી બાદ કાલુપુર સહિતના વિસ્તારને ટ્રાફિકમાંથી  મોટી રાહત મળવાની સરકારની રજૂઆત કરી હતી. ભારતીય રેલ, મેટ્રો ટ્રેન અને પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ ઝડપી અને વેગવંતુ બનાવવા સરકારે રજૂઆત કરી હતી.  સમગ્ર પ્રોજેક્ટ ખૂબ મોટા જનહિતમાં હોવાની પણ સરકારની રજૂઆત હતી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સાથે હવે તમામ અવરોધો દૂર થયા છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 12 આસપાસ હવે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી બનશે.

(5:50 PM IST)