<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

વડોદરાના કરજણમાં જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા

તમામ તસ્કરો દાહોદ જિલ્લાની ગરબાડાની ગેંગના હોવાનું ખુલ્યું :રાજ્યભરના જૈન મંદિરોમાં ચોરીને અંજામ આપતા હતા: પોલીસે અમદાવાદના જૈન મંદિરની ચોરીનો પણ ભેદ ઉકેલ્યો

વડોદરા જિલ્લામાં જૈન મંદિરમાં થયેલી ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે  કરજણ તાલુકાના જૈન મંદિરમાં 19 સપ્ટેમ્બરના રોજ ચોરી થઈ હતી. જેનો ભેદ ઉકેલી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે  આ તમામ તસ્કરો દાહોદ જિલ્લાની ગરબાડાની ગેંગના હોવાનું તપાસમાં સામે આવ્યું છે . જેઓ રાજ્યભરના જૈન મંદિરોમાં ચોરીને અંજામ આપતા હતા. પોલીસે પૂછપરછ કરી, અમદાવાદના જૈન મંદિરની ચોરીનો પણ ભેદ ઉકેલ્યો છે. આરોપીઓએ જૈન ભગવાનની મૂર્તિ, ચાંદીના સિંહાસન, રોકડ મળી 20 લાખની ચોરી કરી હતી. જેમાંથી પોલીસે 18 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે  પોલીસે તસ્કરો ઉપરાંત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર નિલેશ પંચાલ નામના આરોપીની પણ ધરપકડ કરી છે.

(8:14 PM IST)