<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબા યોજાયા : જવાનોએ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી

હેડ ક્વાર્ટર્સમાં ઇન્ડો લાયન ફાઉન્ડેશન દ્વારા ગરબાના કાર્યક્રમનું રિતેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ખાસ આયોજન કરાયું

ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબાનું આયોજન કરાયું હતું. બીએસએફના જવાનો પોતાના પરિવાર સાથે નવરાત્રીના અલગ અલગ કાર્યક્રમોનો લાભ મેળવી શકતા નથી માટે તેમના જ હેડ ક્વાર્ટર્સમાં ઇન્ડો લાયન ફાઉન્ડેશન દ્વારા ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

ગાંધીનગર ખાતે આવેલા બીએસએફ કેમ્પમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર ભાવિની જાનીએ હાજરી આપી હતી. ગરબામાં 501 દીવાની આરતી કરવામાં આવી હતી. આ આખું આયોજન રિતેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ખાસ BSFના જવાનો અને તેમના પરિવાર માટે કરવામાં આવ્યું હતું. આ ગરબાના કાર્યક્રમમાં બીએસએફના જવાનોએ તેમના પરિવાર સાથે મન મૂકીને ગરબા કર્યા હતા

(8:22 PM IST)