<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ડીસાના પમરું ગામે શાળાને વાલીઓએ તાળાબંધી કરી : 6 મહિનાથી આચાર્યની નિમણૂંક ન થતા લોકોમાં રોષ

શિક્ષણ વિભાગને રજૂઆત છતાં ઉકેલ ન આવતા શાળાને તાળાબંધી કરાઈ

બનાસકાંઠા: ડીસાના પમરું ગામે શાળાને વાલીઓએ તાળાબંધી કરી હતી. છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂંક ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. શિક્ષણ વિભાગને રજૂઆત છતાં ઉકેલ ન આવતા શાળાને તાળાબંધી કરવામાં આવી છે. વાલીઓએ તાળાબંધી કરતા શિક્ષકો પણ ગેટની બહાર રહ્યા છે. આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 


 

(10:44 PM IST)