<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત: બે લક્ઝરી બસ સામસામે અથડાતા ૧૦ ઘાયલ, 3૩ની હાલત ગંભીર

હેબતપુર, ધોલેરા: ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે આજે પાંચમી ઓક્ટોબર) વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ સામસામે જોરદાર ટક્કર થતા કુલ ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૩ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વહેલી સવારે સર્જાયો અકસ્માત

આ અકસ્માત વહેલી સવારે થયો હતો. બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા ૧૦ મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાયલો પૈકી ૩ મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ

આ માર્ગ અકસ્માત અંગે સ્થાનિક પોલીસે જાણ કરી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વિગતો મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

(9:30 AM IST)